Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થયું, કેદાર ગંગા વિસ્તાર પણ સંપૂર્ણ રીતે સફેદ ચાદરમાં લપેટાયું

  • February 28, 2025 

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં પણ સતત વરસાદ શરૂ છે. જોકે, ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી ધામ, ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે સફેદ ચાદરમાં લપેટાઈ ગયા છે. ગંગોત્રી ધામમાં આ વખતે રેકોર્ડબ્રેક હિમવર્ષા જોવા મળી રહી છે. મુખ્ય મંદિરની આસપાસ આશરે ચાર ફૂટથી વધારે બરફ જામી ગયો છે. જોકે હજુ સુધી હિમવર્ષા ચાલુ જ છે. મંદિરની છત અને આસપાસના વિસ્તારમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ છે.


જેનાથી સંપૂર્ણ ધામનો નજારો અત્યંત મનમોહક દેખાઈ રહ્યો છે. પરંતુ, ત્યાંની પરિસ્થિત ખૂબ જ ગંભીર છે. જો આ પ્રકારે હજુ હિમવર્ષા ચાલુ રહી તો આવનારા કલાકોમાં બરફની આ પરત વધી શકે છે. જેનાથી મંદિર અને અન્ય સંરચના પર ભાર વધી શકે છે. સતત ચાલી રહેલી હિમવર્ષાના કારણે ઉત્તરકાશીના અનેક વિસ્તાર સંપર્કવિહોણા બન્યા છે. ગોમુખ, ચીડ વાસા, ભોજ વાસા, કનકૂ, ઉડાર, ભૈરો ઝાપ અને કેદાર ગંગા વિસ્તાર સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ ગયા છે. હવામાન વિભાગે આવનાર થોડા દિવસો સુધી વાતાવરણ હજુ ખરાબ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર તરફથી સ્થાનિક લોકો અને પ્રવાસીઓને બિનજરૂરી યાત્રા ટાળવા અને સુરક્ષિત જગ્યાએ રહેવાની સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application