ગત રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જ્યાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને લઈને મધુબન ડેમમાં 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમના 8 દરવાજા 2.50 મીટર ખોલી દેવામાં આવ્યા છે. આ ડેમમાંથી દમણગંગા નદીમાં 71 હજાર 950 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરાંત કલેક્ટરે નદી કિનારે વસતા લોકોને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવામાં આવી છે.
વલસાડમાં ભારે વરસાદની આગાહીને પલગે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ શાળામાં રજા આપવા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો છે. સાથે જ રજાની જાણ અંગે વાલીઓને સૂચના આપવા પણ આદેશ આપવામાં આવ્યો છે.વલસાડમાં ભારે વરસાદ બાદ સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. જ્યાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઔરંગા નદીનું પાણી દાણા બજાર વિસ્તારમાં ઘૂસી ગયું હતું. જેને લઈને અનાજના વેપારીઓેને મોટુ નુકસાન થયું છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટુ નુકસાન થયું છે. મોટી માત્રામાં અનાજ બગડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાણી ઘરો અને ખેતરોમાં ફરી વળ્યા છે.
હિંગળાજમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
વલસાડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદથી ચોતરફ પાણી ફરી વળ્યા છે. હિંગળાજ ખાતે પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાયા હતા. દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા આ રેસ્ક્યુ કરાયું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500