ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ નુકસાન છે.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગના એલર્ટ મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે.
અમદાવાદમાં વરસાદને કારણે કેટલાક અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે,જ્યારે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને પગલે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર અને કચ્છ હાઇવેનો સમાવેશ થાય છે. આ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય 10 રાજ્ય ધોરીમાર્ગો પણ ઓવરટોપિંગના કારણે બંધ છે.રાજ્યની 271 પંચાયતોમાં 303 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. બીજી તરફ હવામાન વિભાગના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે કચ્છ, જામનગર,દેવભૂમિ દ્વારકા,જૂનાગઢમાં ભારે વરસાદ જારી રહી શકે છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.છેલ્લા છ દિવસથી વરસાદ વરસી રહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢમાં રાજ્યના સૌથી ઉંચા ગિરનાર પર્વતની તળેટીમાં ધોધમાર વરસાદ પડતાં શહેરમાં સ્થિતિ વધુ વણસી હતી. શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ગાડીઓ પાણીમાં તરવા લાગી. કેટલીક જગ્યાએ લોકો વાહનોમાં ફસાઈ ગયા હતા.
જૂનાગઢના કલેક્ટરે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. જોરદાર પાણીમાં પશુઓ પણ ધોવાઈ ગયા હતા. રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા અનુસાર,અત્યાર સુધીમાં 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.અમદાવાદમાં ભારે વરસાદરાજ્યમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.જેના કારણે શહેરના અનેક અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં સાંજે 6 થી 8 દરમિયાન વરસાદ પડ્યો હતો. આ પછી શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા અનુસાર જૂનાગઢ,વલસાડ,ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.નર્મદા ડેમમાં પાણીની સપાટી 67 ટકા છે અને 46 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્ય માટે NDRF અને SDRFની કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે,જેમાંથી બે ટીમો હાલ જૂનાગઢમાં રાહત કાર્ય કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500