દક્ષિણ ગુજરાતની સાથે ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ ઍરિયામાં પણ ધોધમાર વરસાદ પડવાની શરુઆત થઈ છે. વિતેલા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો સૌથી વધારે વરસાદ ગીધાડેમાં પોણા ચાર, ગીરનાડેમમાં ત્રણ જયારે ધુલીયા અને હથનુરમાં બે ઈંચ વરસાદ નોધાયો હતો.
ઉપરવાસમાં પણ મેઘરાજાઍ તેના ત્રીજા રાઉન્ડની શરુઆત કરતા ઉકાઈડેમમાં નવા નીરની શરુઆત થઈ છે અને આજે સાંજે ડેમની સપાટી ૩૨૫.૩૪ ફુટે પહોચી છે. અને ડેમમાં ૬૬૫૩ ક્યુસેક પાણીની આવક અને તેની સામે ડેમના સત્તાધીસો દ્વારા તેટલુ જ પાણી છોડવામાં આવી રહ્નાં છે.
મળતી વિગત મુજબ દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન તાપી નદીન ઉકાઈડમના ઉપરવાસના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટમેન્ટ ઍરિયામાં ગતરોજથી વરસાદ પડવાની શરુઆત થઈ છે.છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૬૭૧. ૮૦ ઍમ.ઍમ પડ્યો છે. જેમાં ટેસ્ટામાં ૧૪.૨૦, લખપુરીમાં ૨૪.૪૦, ચીખલધરામાં ૪, ગોપાલખેડામાં ૪૧.૬૦, દેડતલાઈમાં ૪૫, બુરાનપુરમાં ૬૪.૮૦, યરલીમાં ૧૦, હથનુરમાં ૪૯.૪૦, ભુસાવલમાં ૩૬.૮૦, ગીરનાડેમમાં ૭૩, દહીગાંવમાં ૬૧.૪૦, ધુલીયામાં ૫૨.૪૦, સાવખેડામાં ૭૦.૨૦,ગીધાડેમાં ૯૦.૬૦, અને સારનખેડામાં ૩૪ મી.મી પડ્યો હતો.
વધુમા ઉપરવાસમાં વરસાદની શરુઆત થતા ઉકાઈડેમના નવા નીરની પણ શરુઆત થઈ છે અને આજે સાંજે સાત વાગ્યે ઉકાઈડેમની સપાટી ૩૨૫.૩૪ ફુટ નોધાઈ હતી અને ડેમમાં ૬૬૫૩ ક્યુસેક પાણીની આવક સાથે તેની સામે ૬૬૫૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે.( ફાઇલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500