Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંગ્લોર સહિત કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ

  • October 13, 2021 

વરસાદના પગલે બેંગ્લોરમાં પાણી પાણી થઈ ગયુ છે અને શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાતા યાત્રિકોની હાલત કફોડી બની હતી. એરપોર્ટ બહાર પણ રસ્તા પર ભારે પાણી હતા. મુસાફરોને ફ્લાઈટ છુટી જવાની પણ બીક હતી જેથી યાત્રિકોને એરપોર્ટ લઈ જવા માટે ટ્રેકટરોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગનુ કહેવુ છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી પ્રેશર સિસ્ટમના કારણે કર્ણાટકમાં ભારે વરસાદની સ્થિતિ ઉભી થઈ છે. કર્ણાટક સિવાય કેરાલાના ઘણા શહેરો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application