Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ, અન્ય જિલ્લાઓમાં મેઘરાજા ધીમા પડ્યા : ઉકાઈ ડેમમાં ૬૬ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક : સપાટી ૩૨૬.૭૦ ફૂટે પહોંચી

  • August 22, 2021 

દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ ગત મંગળવારથી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સતત ચાર દિવસ સુધી અનરાધાર વર્ષા બાદ વિતેલા ૨૪ કલાકમાં વલસાડ જિલ્લા પંથકમાં મેઘરાજાએ હેત વરસાવવાનું યથાવત રાખ્યું છે જ્યારે અન્ય ચાર જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે પરંતુ જોર ધીમું પડયું છે વલસાડમાં ધરમપુરમાં સાડા પાંચ ઈંચ,પારડી ચાર અને વલસાડમાં ચાર ઈંચથી વધુ જળ રાશી વરસતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું.

 

 

 

 

આ અંગે વધુ વિગતો મુજબ ગત મંગળવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ચાર દિવસ તાપી,ડાંગ,નવસારી અને સુરત તેમજ વલસાડ પંથકમાં ધોધ માર વરસાદ વરસી જતા કૃષિ પાકોને જીવતદાન મળ્યું છે ત્યારે વલસાડ,પારડી,ધરમપુર,ઉમરગામ સહિતના તાલુકાઓમાં મેઘરાજાએ હજુ પણ ધોધમાર વરસવાનું યથાવત રાખતા નદીઓ તેમજ ખાડીઓ પણ બે કાંઠે વહી રહ્યા છે બીજી તરફ ડાંગ,તાપી,નવસારી પંથકમાં મેઘરાજા ધીમા પડ્યા છે.

 

 

 

 

 

સુરત ફ્લડ કંટ્રોલ ના સૂત્રો મુજબ ચોર્યાસી તાલુકામાં દોઢ ઇંચ,ઉમરપાડા અડધો ઇંચ, મહુવા અડધો ઇંચ અને ઓલપાડ તેમજ પલસાણામાં ધીમીધારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો જ્યારે બાકીના તાલુકાઓમાં વરસાદે વિરામ ફરમાવ્યો  છે. નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ખેરગામમાં બે ઇંચ,ગણદેવી અડધો ઇંચ, ચીખલી દોઢ ઇંચ,જલાલપોર અને નવસારી હળવા ઝાપટા તેમજ વાસદા તાલુકા માં એક ઈંચ પાણી પડ્યું હતું.ડાંગ જિલ્લામાં સહ્યાદ્રિની પર્વતમાળાઓના વિસ્તાર સાપુતારામાં એક ઈંચથી વધુ, જ્યારે વઘઈ અને આહવામાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા તાપી જિલ્લામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન મેઘરાજા વ્યારા,સોનગઢ,વાલોડ અને નિઝરમાં છુટાં છવાયા ઝાપટાં વરસાવ્યા હતા. ગત મંગળવારથી શરૂ થયેલા મેઘરાજાના ત્રીજા રાઉન્ડમાં વલસાડ જિલ્લામાં બગડાટી બોલાવી રહ્યા છે. ઉમરગામ બે ઇંચથી વધુ,કપરાડા દોઢ ઇંચ, ધરમપુર સાડા પાંચ ઈંચ. પારડી ૪ ઇંચ જ્યારે વલસાડ ૪ ઈંચથી વધુ અને વાપી તાલુકાના બે ઇંચથી વધુ જળ રાશિ વરસી હતી.

 

 

 

 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન સૂર્યપુત્રી તાપી નદીના ઉપર બાંધવામાં આવેલા ઉકાઈ ડેમ ના કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં આજે રવિવારે સવારે ૮ કલાકે ૬૬,૬૨૭ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઉકાઈ ડેમની સપાટી ૩૨૬.૭૦ ફૂટ નોંધાઇ છે ઉકાઈ ડેમનું આજનું રૂલ લેવલ ૩૩૫ ફૂટ રાખવામાં આવ્યું છે. લાંબા સમય બાદ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application