મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે હથનુર ડેમની સપાટીમાં વધારો થતા આજે સતત બીજા દિવસે પણ ડેમના તમામ દરવાજાઓ આખા ખોલીને સાંજે ચાર વાગ્યાથી ૬૮,૧૯૩ ક્યુસેક જયારે પ્રકાશા ડેમના દસ દરવાજા ખોલી ૧,૨૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરી છે, આ પાણીનો જથ્થો સીધો તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈડેમમાં ઠલવાતો હોવાને કારણે ડેમમાં સાંજે પાંચ વાગ્યે ૧,૩૦,૯૭૧ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી જેના કારણે સપાટીમાં પણ ત્રણ ફુટનો વધારો થઈ ૩૧૭.૭૧ ફુટે પહોચી હતી. આ સાથે જ ચાલુ સીઝન દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે ડેમમાં પાણીની આવક નોધાઈ છે.
હથનુર ડેમના તમામ દરવાજા ખોલી ૬૮,૧૯૩ ક્યુસેક અને પ્રકાશા ડેમના ૧૦ દરવાજા ખોલી ૧,૨૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે
ઉકાઈડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સાંજે ચાર વાગ્યે હથનુર ડેમની સપાટી ૨૦૯.૧૬૦ મીટરે પહોચતા ડેમના તમામ ગેટ ખોલીને ૬૮,૧૯૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે. આ પાણીનો જથ્થો મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશા ડેમમાં આવતા ડેમના ૧૦ દરવાજા ખોલી ૧,૨૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરવામાં આવી છે.
પ્રકાશા ડેમનું પાણી સીધુ ઉકાઈડેમમાં આવતુ હોવાથી સપાટીમાં ત્રણ ફુટનો વધારો
સુત્રોઍ જણાવ્યું હતું કે પ્રકાશા ડેમમાંથી છોડવામાં આવતુ પાણી સીધુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઈડેમમાં આવે છે જેના કારણે આજે સાંજે પાંચ વાગ્યે ઉકાઈડેમમાં ૧,૩૦,૯૭૧ ક્યુસેક પાણીનો આવરો નોધાયો હતો અને સપાટીમાં નજીવો વધારો થઈ ૩૧૭.૭૧ ફુટે પહોચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે હથનુર અને પ્રકાશા ડેમમાંથી આજે સતત બીજા દિવસે પણ પાણી છોડવામાં આવી રહ્યા છે જે પાણી ઉકાઈડેમમાં આવતુ હોવાને લીધે ડેમની સપાટીમાં ઓછો વધારો થવાની બળ શક્યતા છે.(હથનુર ડેમ ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500