Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ

  • July 19, 2021 

ગુજરાત રાજયના દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજાઍ તેના બીજા રાઉન્ડની તોફાની બેટીંગ સાથે શરુ આત કરી છે.અને સુરત, નવસારી, વલસાડ તથા તાપી જિલ્લામાં ચાર ઈંચ થી લઈને સાડા નવ ઈંચ જેટલો ગણતરીના કલાકોમાં ધોધમાર વરસાદ ઝીંકાતા તાલુકાઓ પાણીથી તરબોળી ઉઠ્યા હતા. મોટાભાગના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું હતું. મેઘરાજા મહેરના બદલે કહેર વરસાવતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અને રવિવારે રીતસર લોકોનુ જીનજીવન થંભી ગયુ હતું. ગાજવીજ અને તેજ પવન સાથે પડેલા ભારે ધોધમાર વરસાદને કારણે ઘણા લોકોના ઘરમાં ઘુંટણ સુધીના પાણી ભરાવાની સાથે રોડ રસ્તા ઉપર પણ મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા હતા તો કેટલાક રસ્તા્ઓ ઉપર અનેક વૂક્ષો ધરાશયી થતા રોડ બંધ થઈ ગયા હતા.

 

 

 

લોકોને ભારે નુકશાન થયું હતુ.  નદીનાળાઓમાં નવા પાણીના નીર આવતા છલકાયા હતા.

સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં રવિવારે આખો દિવસ મેઘરાજાઍ લોકોને બાનમાં રાખ્યા હતા. સવારથી શરુ થયેલો વરસાદ આકાશમાં કાળા દિંબાગ વાદળોની ચાદર વચ્ચે આખો દિવસ ધોધમાર પડ્યો હતો. ત્યારબાદ આખી રાત પણ તેની અવિરત પણે બેટીંગ ચાલુ રાખ્યા બાદ સવારે પણ સામાન્યથી નહિવત પડવાનું યથાવત રાખ્યું છે. નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘરાજાઍ રીતસરનું રોદ્ર સ્વરૂપ ધારણ કયું હતું. જેના કારણે આ બંને જિલ્લાના તાલુકાઓ પાણીથી તરબતર થઈ ઉઠ્યા હતા. ઘરોની સાથે ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. કેટલાક ખેતરો તો ટાપુમાં ફેરવાય ગયા હતા. જયારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો બારડોલી, કામરેજ અને પલસાણા તાલુકામાં આઠ ઈંચ વરસાદ ઝીકાયો હતો. મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. લોકોને ભારે નુકશાન થયું હતુ.  નદીનાળાઓમાં નવા પાણીના નીર આવતા છલકાયા હતા.

 

 

 

 

દક્ષિણ ગુજરાતના જિલ્લા કલેકટરના ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાકમાં પડેલા વરસાદમાં સોથી વધારે વરસાદ ઉમરગામમાં ૨૩૭ મી.મી, વાપીમાં ૨૩૨ મી.મી, બારડોરીમાં ૨૦૨ મી,મી, કામરેજમાં ૨૦૯ મી.મી, પલસાણામાં  ૧૯૭ મી.મી, મહુવામાં ૧૮૨ મી.મી, જલાલપોરમાં ૧૫૯ મી.મી, ડોલવણમાં ૧૬૦ મી.મી, વ્યારામાં ૧૩૬ મી.મી, ખેરગામમાં ૧૨૭ મી.મી, ગણદેવીમાં ૧૨૪ મી.મી, નવસારીમાં ૧૩૮ મી.મી, ધરમપુરમાં ૧૩૧ મી.મી, ચીખલી ૧૧૫. મી.મી, કપરાડામાં ૧૦૭ મી.મી, સોનગઢમાં ૧૦૨ મી.મી પડ્યો હોવાનુ નોધાયુ છે.

 

 

 

 

શહેરમાં રાત્રે  છ ઈંચ વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી

સુરતમાં મેઘરાજાઍ તેના બીજા રાઉન્ડનો પ્રારંભ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહેલા મેઘરાજાઍ રવિવારે દિવસ દરમ્યાન આકાશમાં કાળા દિબાંગ વાદળોની ચાદરથી લપેટાઈ છુટો છવાટો ઍક ઈંચ જેટલો પડ્યા બાદ મોડી સાંજ પછી એકાઍક રોદ્ર સ્વરૂપ ધારણ કયું હતું અને આખી નાઈટમાં ૧૪૬ મી.મી ઍટલે છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં મોડી સાંજ છ થી આઠ વાગ્યામાં મેઘરાજાઍ વીજળીના કડાકા ભડાકા તેમજ બારે તેજ પવનના સુસવાટા સાથે ધોધમાર ૯૧ મી.મી ઍટલે ચાર ઈંચ જેટલો પડ્યો હતો. નાઈટમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારો સહિત રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા કેટલાક વિસ્તારોમાં રીતસર ઘુંટણ સુધીના પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઈ હતી. તો ઠેર ઠેર ઝાડ પવનના અને શોર્ટસક્રિટના અને રાંદેરમાં ઍક જુના મકાનનું છજ્જુનો ભાગ તુટી પડતા પાલિકાનું તંત્ર આખી રાત દોડતુ થયું હતું. મેયર સહિતના અધિકારી, પદાધિકારીઓઍ મુલાકાત લઈ જરૂરી સુચનાઓ આપી હતી.

 

 

 

 

વરસાદ ઝીંકી દેતા સમગ્ર શહેરમાં પાણી પાણી થયું હતું.

મોસમની શરૂઆતમાં મેઘરાજાઍ ધમાકેદાર ઍન્ટ્રી બાદ ઍકાઍક અદ્રશ્ય થયા હતા. લાંબા સમયના વિરામ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદમય માહોલ સર્જાયો હતો પરંતુ જોઈઍ તેવો વરસાદ પડતો ન હતો. દરમ્યાન રવિવારે પણ આખો દિવસ વરસાદ ઘેરાયો હતો આકાશમાં વાદળો કાળા દિંબાગ વાદળોથી ખેરાયેલા રહ્યા હતા અને ગમે તે ઘટી્ઍ ધોધમાર વરસાદ પડે તેવા માહોલ વચ્ચે દિવસ દરમ્યાન માત્રે ૨૭ મી.મી ઍટલે ઍક ઈંચ પડ્યો હતો. દિવસ દરમ્યાન લોકોને બાનમાં રાખ્યા બાદ સાંજ છ થી આઠ વાગ્યામાં મેઘરાજાઍ રોદ્ર્ સ્વરૂપ ધારણ કયું હતું અને ગણતરીના બે કલાકોમાં વીજળીના કડાકા ભડાકા અને સુસવાટા મારતા તેજ પવનો સાથે તોફાને બેટીંગ કરી ૯૧ મી, મી ઍટલે ચાર ઈંચ વરસાદ ઝીંકી દેતા સમગ્ર શહેરમાં પાણી પાણી થયું હતું.

 

 

 

 

પરવતા પાટીયા,મીઠીખાડીની આજપાસ તેમજ સણિયા હેમાદ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા પાલિકાની પ્રીમોન્સુનની કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ હતી. તો બીજી તરફ ભારે વરસાદ વચ્ચે પણપાલિકાના અધિકારીઓ સહિતનો સ્ટાફ પાણીના નિકાલ કરવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત ભારે વરસાદને કારણે શહેરના અલગ વિસ્તારોમાં રાત્રે નવ ઝાડ પડવાનાના અને બે ઈલેકટ્રીક શોર્ટસક્રિટના તથા ઍક મકાનના દિવાલનું છજ્જુ પડી જવાના બનાવ બનતા પાલિકાના અધિકારીની સાથે ફાયર વિભાગ પણ દોડતો રહ્ના હતો.

 

ઝાડ, ઈલેકટ્રીક શોર્ટસક્રિટ અને મકાનનું છજ્જુ પડવાના બનાવથી ફાયર વિભાગ દોડતો રહ્યા

રવિવારે આખો દિવસ વરસાદ ઘેરાઈ રહી લોકોને પોતાના બાનમાં રાખ્યા બાદ મોડી સાંજથી મેઘરાજાઍ તેની તોફાની બેટીંગ કરી હતી. વીજળીના કડાકા ભડાકા અને સુસવાટા ભેર તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે શહેરમાં ચોમેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ નાઈટ દરમ્યાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાના નવ જેટલા બનાવો બન્યા હતા. બે ઈલેકટ્રીક શોર્ટ સર્કીટ જયારે રાંદેર રોડ સેલ્બી હોસ્પિટલની સામે દિવ્યાકુંજ સોસાયટીમાં આવેલ ગ્રાઉન્ડ વત્તા બે માળના જુનુ બંધ મકાનના છજ્જાના ભોગ તુટી પડ્યો હતો જેના કાટમાળ નીચે બુલેટ, ઍક્સેસ અને ઍકટીવા મોપેટ દબાઈ જવાથી નુકસાન થયું હતુ. ઝાડ પડવાના, ઈલેકટ્રીક શોર્ટ સર્ક્ટિ અને મકાનના છજ્જાનો ભાગ તુટી પડવાના બનાવને લઈને ફાયર વિભાગનો સ્ટાફ આખી રાત દોડતો રહ્ના હતો.

 

 

 

 

 

પુણા કુંભારીયા ગામï ટાપુમાં ફેરવાયું, ૧૫ પરિવારનો બોટ દ્વારા સ્થળાંતર કરાયા

ગતરોજ સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમ્યાન પડેલા ભારે દેમાર વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો પુણા કુંભારીયા ગામ બાદલ ફળિયાના ઘરોમાં પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા હતા. પાલિકાના ફાયર વિભાગના કાપોદ્રા ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા ઍન્જિન બોટ દ્વારા ફસાયેલા ૧૫ જેટલા પરિવારે સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત પરવત વિસ્તારની માધવબાગ, રૂષીરાજ, સહિતના અનેક સોસાયટીમાં પણ ખાડીઓ ઉભરાતા પાણી ભરાયા હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

 

સિમાડા અને મીઠીખાડી ભયજનક સપાટી વટાવી

દક્ષિણ ગુજરાતની સાથે ગતરોજ સુરત શહેરના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વર્સ્યો હતો. કામરેજ. માંડવી, પલસાણાઅને બાર઼ડોલી તાલુકામાં ભારે પડેલા વરસાદનું પાણી સીધુ શહેરમાંથી પસાર થતી ખા઼ડીઓમાં આવતુ હોવાને કારણે ખાડીઓના લેવલમાં વધારો થયો હતો જેમાં કાકરાપાર ખાડી તેના ભયજનક લેવલ ૬.૫૦ મીટરથી ઍક ફુટ નીચે ૫.૫૦ મીટર, ભેદવાડ ખાડી તેના ભયનજક લેવલ ૬.૭૫ મીટરથી નીચે ૫.૫૦ મીટર, મીઠીખાડી ભયનજક લેવલ ૭.૫૦ મીટરને વટાવી ૮.૨૦ મીટરેï ઉપરથી વહી રહી છે ભાઠેના ખાડી ભયનજક લેવલ ૭.૭૦ મીટરથી અત્યાર ૫.૬૦ મીટરે પહોîચી છે. તેમજ સીમાડા ખાડી ભયનજક લેવલ ૫ મીટરને વટાવી ૫.૩૦ મીટરે વહી રહી છે. મીઠીખાડી અને સીમાડા ખાડીઍ તેના ભયજનલ સપાટી વટાવી ઉપરથી વહેલા વાગતા તેના આજુબાજુના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત તાપી નદી પર આવેલ કોઝવે તેના ભયજનક લેવલ ૬ મીટરથી નીચે ૫.૮૬ મીટરે સપાટી નોધાઈ છે.

 

 

 

 

વરસાદની આંકડાકીયા માહિતી

 

સુરત જિલ્લો : બારડોલી-૨૦૨ મી.મી, ચોર્યાસી   -૩૩ મી.મી, કામરેજ-૨૦૯ મી.મી, મહુવા-૧૯૨ મી.મી, માંડવી-૬૭ મી,મી, માંગરોળ-૫૧ મી.મી, ઓલપાડ-૫૫ મી.મી, પલસાણા-૧૯૭ મી.મી, સુરત સીટી-૧૪૬ મી.મી, ઉમરપાડા- ૯૪ મી.મી

 

 

 

નવસારી જિલ્લો : ખેરગામ-૧૨૭ મી.મી, ગણદેવી- ૧૨૪ મી.મી, ચીખલી - ૧૧૫ મી.મી, જલાલપોર-૧૫૯ મી.મી, નવસારીં - ૧૩૭ મી.મી,વાસદા -૬૩ મી.મી

 

 

 

વલસાડ જિલ્લો : ઉમરગામ -૨૩૭ મી.મી, કપરાડા - ૧૦૭ મી.મી, ધરમપુર-૧૩૧ મી.મી, પારડી -૯૯ મી.મી, વલસાડ   -૧૬૨ મી.મી , વાપી-૨૩૧ મી.મી 

 

 

 

ડાંગ જિલ્લો : આહવા -૩૪ મી.મી, સાપુતારા -૬૩ મી.મી, વઘઇ-૪૫ મી.મી, બીરં -૯ મી.મી 

 

 

 

તાપી જિલ્લો : વાલોડ-૭૩ મી.મી, સોનગઢ  -૧૦૨ મી.મી, વ્યારા-૧૩૬ મી.મી, ડોલવણ-૧૬૦ મી.મી., ઉચ્છલ- ૨ મી.મી., કુકરમુંડા-૦૦ મી.મી, નિઝર-૦૦ મી.મી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application