Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં આભ ફાટ્યું : બે કલાકમાં આઠ ઈંચ વરસાદ, રસ્તાઓ ઉપર નદીઓ વહી, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક

  • September 29, 2021 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અવિરત મેઘ મહેર થઇ રહી છે ગઈકાલે સુરત સહિત ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ વરસ્યો હતો. 

 

 

 

જિલ્લાના પલસાણા તાલુકામાં નમતી પહોરે ૬થી૮ વાગ્યાના બે કલાક માં પાંચ ઇંચ અનરાધાર વરસાદ સાથે દિવસ દરમિયાન ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લાના ગિરિમથક એવા સાપુતારામાં બારે મેઘ ખાંગા થતા સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ આવી હતી અને રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરમ થતા જનજીવન પ્રભાવિત થયું હતો સાપુતારામાં 8 ઈંચ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ગુલાબ વાવાઝોડુંને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે સવારે પણ જિલ્લામાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.

 

 

 

 

 

 

 

ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડી થી આગળ વધીને મધ્ય પ્રદેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પહોંચ્યું છે તેમજ આજે ગુજરાતમાં પ્રવેશવાની શક્યતા છે જેના કારણે સર્જાનારી સાયક્લોનિક સરક્યુલેશન ની અસરથી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સુરત જિલ્લામાં વિદાય લેતી ચોમાસાની મોસમમાં આજે દિવસ દરમિયાન આકાશ વાદળોથી ગોરંભાયેલા વાતાવરણ માં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને પલસાણા તાલુકામાં સાંજના અરસામાં મૂસળધાર બે કલાકમાં ચાર ઇંચ સહિત દિવસ દરમિયાન છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

 

 

 

 

સુરત જિલ્લા ફ્લડ વિભાગના સૂત્રો મુજબ સપ્ટેમ્બર માસના અંતમાં હજુ પણ વરસાદી માહોલ છવાયો છે જિલ્લાના બારડોલીમાં ૪૦ મી.મી. ચોર્યાસી માં ૪૦મી.મી. કામરેજ ૪૩ મી.મી. મહુવા ૫૯ મી.મી. માંડવીમાં ૧૮ મી.મી. માંગરોળમાં ૧૩ મી.મી. ઓલપાડમાં ૯ મી.મી. અને  સુરત સિટીમાં ૪૦ મી.મી. પલસાણા તાલુકામાં સર્વાધિક ૧૪૬ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે નવસારી જિલ્લાના ખેરગામમાં અડધો ઇંચ. ગણદેવી અઢી ઇંચ. ચીખલી એક ઈંચથી વધુ. જલાલપોર દોઢ નવસારી સવા ઇંચ.અને વાસદા તાલુકા માં અઢી ઈંચ ભારે વરસાદ વરસતા જિલ્લા ભરમાં નદી.નાળા અને માર્ગોપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત વનરાજીથી ભરપૂર કુદરતી સૌંદર્ય ધરાવતા આહવા ડાંગના જંગલી વિસ્તારોમાં મેઘરાજા જાણે કે સોળે કળાએ તેમનું સ્વરૂપ ખીલવીને વરસી રહ્યા હોય તેમ વિતેલા ૧૨ કલાકમાં આહવામાં સાડા ત્રણ ઈંચ. વઘઈમાં ૮૦ મી.મી એટલે કે સવા ત્રણ. સુબીરમાં ૨૫ મી.મી. એટલે કે એક ઇંચ જેટલો જ્યારે ગિરિમથક સાપુતારામાં  ૨૦૭ મી.મી. એટલે કે બપોર બાદ બે કલાકમા સાડા પાંચ ઇંચ સાથે ૮ ઈંચ થી વધુ વરસાદ ઝીંકાતા રસ્તાઓ પર રીતસરની નદીઓ વહેવા લાગી હતી અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા.

 

 

 

 

ડાંગના સાપુતારા પંથકમાં બપોર બાદ બારે મેઘ ખાંગા થતા સાપુતારાથી ઉદગમ સ્થાન પામતી અંબિકા નદીમાં રેલ આવતા નદીકાંઠાના ઘરોમાં પાણી ભરાયા હતા જ્યારે ડાંગના ખેતરોને પૂર ઢસડી જતાં ખેડૂતોને જંગી નુકસાન થયું હતું સતત બીજા દિવસે ધોધમાર વરસાદ તુટી પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી ધોધમાર વરસાદને પગલે અંબિકા નદીને સાંકળતા ૧૦થી વધુ અને ખાપરી નદી ને જોડતા પાંચથી વધુ નીચાણવાળા કોઝવે નદીના ઊંડા પાણીમાં ગરક થતાં ૨૫થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયું હતું અંબિકા નદીમાં રેલાવતા શામગહાન.ભૂરાપાણી સહિત નદી કાંઠાના ગામોમાં આદિવાસીઓના ઘરોમાં પાણી ભરાયા હતા.

 

 

 

 

અત્રે નોંધનીય છે કે ગુલાબ વાવાઝોડુંની અસરને પગલે ગુજરાતના અનેક શહેરોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું છે એવી જ રીતે ડાંગ જિલ્લામાં સાપુતારા વિસ્તારમાં મેઘરાજાની જોરદાર બેટિંગ ને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકો હાડમારી માં મુકાઇ ગયા હતા આવી જ રીતે વલસાડ જિલ્લામાં પણ વાપીમાં એક ઇંચ. ધરમપુરમાં એક ઇંચ. ઉમરગામ. કપરાડા. પારડી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application