કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારથી ચાલુ થયેલા ભારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ ભારે વરસાદનાં કારણે ધોવાઈ ગયા છે. વાહનો, વીજળીના તાર તથા પોલ, પાણીની સપ્લાઈ અને મકાનોને પણ ખૂબ જ નુકશાન પહોંચ્યું છે. જોકે બેંગલુરુમાં ભારે વરસાદને કારણે શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. વૈશ્વિક IT કંપનીઓ અને સ્થાનિક સ્ટાર્ટ-અપ્સ ત્યાં સ્થિત છે. ત્યાંથી પાણી ઓસરતા હજુ ઘણા દિવસો લાગશે. ભારે વરસાદના કારણે પાણી અને વીજળીની લાઈનો તૂટી ગઈ છે.
જયારે શહેરમાં ભારે વરસાદના કારણે વાહનોને ઘણું નુકશાન પહોંચ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શહેરના ઉત્તર ભાગમાં આવેલા રાજામહલ ગુટ્ટાહલ્લીમાં 59 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ત્યાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડિયામાં બેંગલુરુમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ઈમરજન્સીનો સામનો કરવા માટે 300 કરોડ રૂપિયા જાહેર નિર્ણય કર્યો હતો.
વધુમાં સપ્ટેમ્બરમાં બેંગલુરુમાં ભારે વરસાદને પગલે ભારે પાણી ભરાવાને કારણે શહેરના ઘણા IT પ્રોફેશનલ્સને તેમની ઓફિસે પહોંચવા માટે ટ્રેક્ટરની સવારી કરવા મજબૂર બન્યા હતા. આ વર્ષે 17 મેના રોજ પણ શહેરમાં 155 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. સાંજે શરૂ થયેલો વરસાદે મોડી રાત્રે જોર પકડ્યું હતું.
જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણિયા સુધી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ હતી. સૌથી મોટી વાત એ છે કે, વરસાદમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. તા.21ના રોજ કર્ણાટકના કેટલાક ભાગોમાં અવિરત વરસાદને કારણે ઘણા સ્થળોએ પાણી ભરાઈ જવાથી ઘણું નુકસાન થયું હતું. તેમજ વરસાદથી લોકોને બચાવવા માટે ઉત્તર બેંગ્લુરુનાં ઘણા વિસ્તારોમાં બોટ પણ તૈનાત કરવામાં આવી હતી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ને પણ પાણી કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. આમ 12 ઓક્ટોબર 2021ના રોજ પણ બેંગલુરુમાં વરસાદને કારણે મુસાફરોને બેંગ્લોર એરપોર્ટ પર પ્લેન પકડવા માટે ટર્મિનલના દરવાજા સુધી પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500