ગઈકાલે બપોર પથી મેઘરાજાએ શરુ કરેલી ધુઆધાર બેટીંગ આજે પણ કન્ટીન્યુ રાખતા શહેરમાં ચોમેર તરફ પાણી પાણી થઈ ગયું છે. સતત પડી રહેલા એકધારા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોની સાથે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગઈકાલે સાંજના છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં શહેરમાં ચાર ઈંચ વરસાદ ઝીકાયો હતો. સતત પડી રહેલા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એકબાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી પોણા બે લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેવા લાગી છે અને બીજી તરફ શહેરમાં સતત વરસાદને કારણે શહેર જળબંબોળ બન્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં સીટી અને ચોર્યાસી તાલુકમાં ચાર ઈંચ વરસાદ નોધાયો છે જોકે ઝોનવાઈઝ પડેલા વરસાદની વાત કરીયે તો સેન્ટ્રલ ઝોનમાં ૧૦૧ મી.મી, વરાછા –એ ઝોનમાં ૯૭ મી.મી, વરાછા -બી ઝોનમાં ૮૪ મી,મી, રાંદેર ઝોનમાં ૫૯ મીમી. કતારગામ ઝોનમાં ૮૨ .મી.મી, ઉધનામાં ૧૧૦ મી.મી, લિંબાયત ઝોનમાં ૯૪ મી.મી અને અઠવા ઝોનમાં ૭૩ મી.મી વરસાજ ઝીંકાયો હતો. જયારે આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પણ દરેક ઝોનમાં વરસાદ નોઁધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500