દેશમાં હીમાચલપ્રદેશ તથા કાશ્મીરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે સફરજનનાં બગીચા તથા પાકને ગંભીર નુકસાન થયું છે. આ નુકસાનીને જોતા વર્તમાન વર્ષે સફરજનનું ઉત્પાદન પચાસ ટકા નીચું રહેવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. કાશ્મીર તથા હીમાચલ પ્રદેશમાં એક અંદાજ પ્રમાણે રૂપિયા 1 હજાર કરોડનાં સફરજન નાશ પામ્યા છે. ભારતનું સફરજનનું મોટાભાગનું ઉત્પાદન કાશ્મીર તથા હીમાચલપ્રદેશમાં થાય છે અને તેનો લગભગ સંપૂર્ણ વપરાશ ઘર આંગણે જ થાય છે. દેશમાંથી બે ટકાથી પણ ઓછા સફરજનની નિકાસ થાય છે. સફરજન સહિત અનેક ફળો ખેતરો તથા ફળોના બાગમાં સડી રહ્યા હોવાના અહેવાલ છે.
હીમાચલ પ્રદેશમાં તો સફરજનના દસ ટકા બાગ ધોવાઈ ગયા છે, જે મોટું નુકસાન છે, કારણ કે સફરજનના એક વૃક્ષને પરિપકવ થતાં પંદર વર્ષનો સમય લાગે છે અને ત્યારબાદ તે ફળ આપવાનું ચાલુ કરે છે એમ ખેડૂત સંગઠનોના સંયુકત કિસાન મોરચાના સુત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષે સફરજનનું ઉત્પાદન જે 18.70 લાખ ટન રહ્યું હતું તે વર્તમાન વર્ષમાં પચાસ ટકા ઘટી જવાની ધારણાં છે એમ ધ એપલ ગ્રોઅર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના વર્તુળોએ જણાવ્યું હતું. કાશ્મીરમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા પચાસ ટકા વધુ વરસાદ પડી ગયો છે. આવી જ રીતે હીમાચલમાં પણ સામાન્ય કરતા 80 ટકા વધુ વરસાદ જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application