મેઘરાજાનું આ વર્ષે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દ્વારકામાં સૌથી વધુ 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જુનાગઢમાં 5 ઈંચ, વેરાવળમાં 4 ઈંચથી વધુ, તલાલામાં 4 ઈંચ, વંથલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ અનુસાર, 21મી જુલાઈ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે.
જયારે 22મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. તારીખ 23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.
તારીખ 24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે. આ ઉપરાંત તારીખ 25મી અને 26મી જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ માહોલ જમાવ્યો પણ મન મૂકીને વરસી રહ્યા નથી. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 6.51 ઈંચ સાથે સિઝનનો 24.42 ટકા વરસાદ વરસ્યો છે અને હાલની સ્થિતિએ હજુ 30 ટકાથી વધુની ઘટ છે.
વર્ષ 2023માં 20મી જુલાઈ સુધી અમદાવાદ શહેરમાં 18.54 ઈંચ સાથે સિઝનનો 58.12 ટકા અને અમદાવાદ જિલ્લામાં 12.28 ઈંચ સાથે સિઝનનો 45.49 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ ઓછું છે. હાલ અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 10.15 ઈંચ, જ્યારે વિરમગામમાં ઓછો 4.76 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર, અમદાવાદમાં વરસાદની સંભાવના રવિવારે 77 ટકા, સોમવારે 80 ટકા, મંગળવારે 66 ટકા અને બુધવારે 80 ટકા જેટલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500