ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે 24 કલાકમાં વલસાડના પારડીમાં સૌથી વધુ 7 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ક્યાંક કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે 4 ઈંચથી લઈને 7 ઈંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 7 ઈંચ સુધી પડ્યો છે. આ સિવાય કામરેજ,જૂનાગઢ,કૂતિયાણા,કોડીનાર,વલસાડ, તાપીનું વાલોડ,વાપી સહીતના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે.અષાઢ મહિનાની શરુઆતથી ખેડૂતો માટે વાવણી લાયક વરસાદની શરુઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં હજૂ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પડેલા વરસાદના કારણે ક્યાંય પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ
- પારડી (વલસાડ) 7 ઈંચ
- કામરેજ 6 ઈંચ
- ખેરગામ 6 ઈંચ
- પલસાણા - 5.5 ઈંચ
- વાપી 5.5 ઈંચ
- ઉંમરગામ - 5
- વાલોડ - 5 ઈંચ
- કેશોદ 4 ઈંચ
- કોડીનાર - 4 ઈંચ
- ખંભાળીયા - 3.5 ઈંચ
- વ્યારા 4 ઈંચ
- ચીખલી - 4 ઈંચ
- જૂનાગઢ 3.75 ઈંચ
- કપરાડા 3.5 ઈંચ
- મહુવા - 3.5
- કૂતિયાણા - 4 ઈંચ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500