Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

  • July 04, 2024 

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે બનાસકાંઠાનાં લાખણી, દાંતીવાડા અને હવે દાંતામાં સાંબેલાધાર વરસાદ પડી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આગામી દિવસોમાં આખા રાજ્યમાં વીજળી કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસારે, આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


જ્યારે રાજકોટ, મોરબી અને કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. તારીખ 5મી જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.


તારીખ 6થી 8મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈ અને 8મી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જોકે 8થી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જયારે અષાઢી બીજનાં દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application