વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે દેશનાં ઉત્તરી રાજ્યોમાં હવામાન વધુ ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ અઠવાડિયાના અંતમાં જમ્મુ, લદ્દાખ, કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ હિમાલયમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. શુક્રવારથી દેશના ઉત્તરીય રાજ્યો પર તેની અસર થશે. પર્વતોથી મેદાનો સુધી વરસાદ પડશે. શુક્રવાર અને શનિવારે તેની અસર વધુ જોવા મળશે. પર્વતો પર હિમવર્ષા થશે તો નજીકના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસમાં તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે અને તમિલનાડુ અને આસપાસનાં વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ છે. જેના કારણે ઉત્તર કર્ણાટક સુધી એક દ્રોણીકા બનીને રહી ગઈ છે. ઉત્તર-પૂર્વીય પવન ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારો તરફ ફૂંકાઈ રહ્યા છે. તેથી, આ ત્રણ રાજ્યો અને આસપાસના વિસ્તારોમાં વ્યાપકપણે હળવોથી મધ્યમ તો અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પણ થઇ શકે છે. IMDએ કહ્યું કે જમ્મુ, લદ્દાખ, કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને PoK અને હિમાચલપ્રદેશનાં મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે. જ્યારે, શનિવારે ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500