Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : નવ વર્ષમાં જૂન મહિનાનો રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ નોંધાયો

  • July 02, 2023 

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ ધોધમાર વરસાદ એક સપ્તાહથી વરસી રહ્યો છે ત્યારે નવ વર્ષમાં જૂન મહિનાનો રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હજૂ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગતરોજ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો જેમા અમરેલી, જૂનાગઢ અને વલસાડ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે અને સાયક્લોનિક સરક્યુલેશન તેમજ લો પ્રેશરથી ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે જેને પગલે તારીખ 1 જૂનથી 1 જૂલાઈ સુધી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે.


આ સાથે હવામાન નિષ્ણાંતએ રાજ્યમાં જુલાઈ માસમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદે જૂનાગઢ, જામનગર અને નવસારી તેમજ દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે ત્યારે હવે સાબરકાંઠા તારીખ 3 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ તારીખ 4થી જુલાઈએ વરસાદની સંભવાન નથી જ્યારે તારીખ 5મી જુલાઈએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ આગામી પાંચમી જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


ગતરોજ રાજ્યના પાંચ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં અમરેલી, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે આ સાથે સુરતમાં અને દેવભૂમી દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application