Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તારીખ 24 અને 25નાં રોજ ભારે વરસાદની આગાહી

  • October 21, 2022 

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ એલર્ટ મુજબ, ઉત્તર આંદામાન સમુદ્ર અને તેની નજીકનાં દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણનો વિસ્તાર રચાયો છે. તે તા.22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે તા.23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. આ નીચા દબાણનો વિસ્તાર ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.




ત્યારબાદ ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને તા.25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે, રાહતની વાત એ છે કે, ચક્રવાતને કારણે ભારે વરસાદ અને પવનની ઝડપ અંગે IMDએ હજુ સુધી કોઈ આગાહી કરી નથી. આ ચક્રવાતનું નામ સિતારંગ આપવામાં આવ્યું છે. આ ચક્રવાતનું નામ થાઇલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યુ છે. આરએસએમસી, 6 હવામાનશાસ્ત્રીય સ્ટેશનોનાં જૂથ અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો (TCWC), સાથે મળીને આ ચક્રવાતને નામ આપ્યું છે.




આ પેનલ હેઠળ 13 સદસ્ય દેશો આવે છે. આ પેનલ ચક્રવાત અંગે એડવાઈઝરી જારી કરે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત અને યમન સામેલ છે. જોકે ઓડિશામાં તા.24-25 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 24-25 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે અને 26 ઓક્ટોબરે પણ અલગ અલગ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application