Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજથી 3 દિવસ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી

  • June 24, 2023 

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, વર્ષ-2023ની નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આજે મહારાષ્ટ્રનાં વિદર્ભ એટલે અકોલા, અમરાવતી, નાગપુર, વર્ધા અને ચંદ્રપુર વગેરેમાં થયું છે. વિદર્ભમાં વર્ષા ઋતુનું આગમન બંગાળના ઉપસાગરમાં સક્રિય અને સાનુકુળ થયેલાં કુદરતી પરિબળોની અસરથી થયું છે. હવે આવતા 48 કલાકમાં મુંબઈમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. આ ઉપરાંત આવતા ત્રણ દિવસ મુંબઈ ઉપરાંત થાણે તથા પાલઘરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.



આમ તો ગત તા.11, જૂને મેઘરાજાની સવારી મહારાષ્ટ્રનાં કોંકણ રત્નાગિરિ, સિંધુદુર્ગ, રાયગઢ, થાણે, પાલઘર અને મુંબઇના રત્નાગિરિમાં આવી પહોંચી છે.  કોંકણ પટ્ટી અરબી સમુદ્ર કિનારા પર  છે. અરબી સમુદ્રમાં બિપોરજોય સાયક્લોનની પ્રચંડ થપાટને કારણે ચોમાસુ રત્નાગિરિથી આગળ વધી શક્યું નહોતું. હવામાન ખાતાએ તેની સત્તાવાર યાદીમાં એવી માહિતી  આપી છે કે 2023નું નૈઋત્યનું ચોમાસુ આજે કર્ણાટક, તેલંગણા, વિદર્ભ, છત્તીસગઢ, બંગાળના ઉપસાગરના બાકી રહેલા હિસ્સામાં વધુ આગળ વધ્યું છે. વર્ષા ઋતુ આવતા ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ આગળ વધે તેવાં સાનુકુળ પરિબળો સર્જાયાં  છે.



હવામાન ખાતા મુંબઇ કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ આપી હતી કે, હવે બિપોરજોય સાયક્લોનની અસર સંપૂર્ણ પૂરી થઇ ગઇ હોવાથી ચોમાસુ અરબી સમુદ્રમાં ફરીથી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં કરન્ટ, પલ્સીસ અને ભેજનું વધેલું પ્રમાણ વગેરે તમામ કુદરતી પરિબળો સાનુકુળ થઇ રહ્યાં હોવાથી મેઘરાજાની સવારી આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇના આંગણે આવી પહાંચશે. સાથો-સાથ હવામાન ખાતાએ એવો વરતારો પણ આપ્યો છે કે, આવતા ત્રણ દિવસ દરમિયાન મુંબઇ સહિત થાણે, પાલઘરમાં મધ્યમથી ભારે વરસાદ (યલો એલર્ટ) વરસે તેવાં કુદરતી પરિબળો આકાર લઇ રહ્યાં છે.



જ્યારે 24થી 27, જૂન દરમિયાન  રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં મુશળધાર વરસાદ (યલો એલર્ટ) વરસે તેવાં પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. આ તમામ કુદરતી પરિબળોની સક્રિયતા અને સાનુકુળતાને ધ્યાનમાં રાખીએ તો 29 અને 30 જૂન દરમિયાન નૈઋત્યનાં ચોમાસાનો ભીનો ભીનો માહોલ આખા મહારાષ્ટ્રમાં શરૂ થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News