Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રીસ, તુર્કી અને બલ્ગેરિયામાં ભારે વરસાદ અને તોફાનને કારણે 11 લોકોનાં મોત

  • September 07, 2023 

ગ્રીસ, તુર્કી અને બલ્ગેરિયામાં ભારે વરસાદ અને તોફાનને કારણે 11 લોકોનાં મોત થયા છે. ત્રણેય દેશોમાં બચાવ અને રાહત કામગીરી કરી રહેલી ટીમ મૃતદેહોને બહાર કાઢવાનું કાર્ય કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ તુર્કીમાં બલ્ગેરિયાની સરહદ પાસે ચાર લોકોનાં મોત થયા છે જે પૈકી 2નાં મૃતદેહ મળી આવ્યા હતાં. બચાવ ટીમ હજુ પણ લાપતા થયેલા બે લોકોને શોધી રહી છે. તુર્કીના સૌથી મોટા શહેર ઇસતંબુલમાં અન્ય 2 લોકોનાં મોત થયા છે.


જયારે મંગળવારે આવેલા તોફાનમાં હજારો મકાનો અને ઓફિસો ડૂબી ગઇ હતી. ઇસતંબુલ ગવર્નરના કાર્યાલય અનુસાર પૂરના પાણીને કારણે શહેરમાં 1750 મકાનો અને ઓફિસો ડૂબી ગઇ છે. ગ્રીસમાં વિક્રમજનક વરસાદને કારણે બે લોકોનાં મોત થયા છે અને ત્રણ લોકો લાપતા થઇ ગયા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે એક વ્યકિતનું મોત થયું હતું અને બુધવારે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application