દેશના મોટા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હજુ પણ વરસાદ ચાલું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસ સુધી વરસાદ પડશે. બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે, પૂર્વી અને ઉત્તર ભારતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 6 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ પડશે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિહાર, સિક્કિમ, ઓડિશાના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં તા.7 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં લોકોએ ઘરથી બહાર નીકળવાથી બચવું જોઈએ. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પણ તા.7 ઓક્ટોબર સુધી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હીમાં પણ વાદળ છવાયા છે અને આગામી 24 કલાકમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજરોજ દિલ્હીમાં વાદળ છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડી શકે છે. ન્યુનતમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે. જોકે ગતરોજ ન્યુનતમ તાપમાન 23.8 ડિગ્રી રેકોર્ડ નોંધાયું હતું. વાત કરીએ હવાની ગુણવત્તાની તો પ્રદૂષણ ખૂબ જવધી ગયું છે. હવા ખરાબ સ્તરની છે. વરસાદ બાદ પ્રદૂષણથી કેટલાક અંશે રાહત મળી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500