ડાંગ જિલ્લામાં રાત્રીનાં અરસામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વર્ષી રહ્યો છે અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જોકે દરમિયાનનાં વાવાઝોડા એ સાપુતારા ખાતે યોજાનાર જગદગુરુ નરેંદ્રાચાર્યજી મહારાજનો પાદુક દર્શન કાર્યક્રમ માટે બાંધેલો મંડપના ભારે પવને આયોજકોની ચિંતામાં વધારો કર્યો હતો.
તેમજ ખેડૂતો તરફથી મળતી વિગતો પ્રમાણે જો હજી વાવાઝોડા સાથે વરસાદ આવશે તો બાગાયતી પાક અને ડુંગળી, શાકભાજી, સ્ટ્રોબેરી ભારે નુકશાન થશે અને માથે હાથ દેવાનો વારો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં તારીખ 18 માર્ચ સુધી છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં ફરી શિયાળા જેવો માહોલ સર્જાયો છે અને સાથે સાથે સાપુતારાનુ વાતાવરણ આલ્હાદક બનતા પ્રવાસીઓ એ મૌસમની મઝા માણી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application