Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવાપુરમાં ભારે કરા પડવાથી સફેદ બરફની ચાદર પથરાઈ : કરાનાં કારણે ઘઉં અને ડુંગળીનાં પાકને ભારે નુકસાન, જયારે રસ્તાઓ સફેદ બરફથી ઢંકાઈ ગયા

  • March 08, 2023 


તાપી જિલ્લાની સરહદે આવેલ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં નવાપુર તાલુકાનાં ગામોમાં કરા પડ્યા હતા અને સમગ્ર વિસ્તારનાં રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સંપૂર્ણ સફેદ ચાદર છવાઈ ગઈ હતી. કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી. ધુલે જિલ્લાનાં ખોરી ટીટા વિસ્તારમાં ભારે કરા પડ્યા હતા. અહીં લીંબુના કદના કરા પડ્યા હતા. સમગ્ર વિસ્તારના રસ્તાઓ પરનાં ખેતરોમાં આ જગ્યાએ કરાઓની સફેદ ચાદર છવાઈ ગઈ હતી.


આ અતિવૃષ્ટિને કારણે ઘઉં અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. આ જગ્યાએ એટલા મોટા પ્રમાણમાં કરા પડ્યા છે કે કાશ્મીરની જેમ બરફની ચાદર પથરાયેલી નજરે પડી રહી હતી. કરા પડવાને કારણે રસ્તાઓ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કરા સાથે તોફાન તેમણે પહેલીવાર જોયું હતું. વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડું શરૂ થયું હતું. નવાપુર તાલુકાના ખાંડબારા વિસ્તારના મોગરાણી વિસ્તારમાં થોડા પ્રમાણમાં કરા પડ્યા હતા.


જ્યારે ભારે પવનને કારણે ખોગલપાડામાં ઘરનાં પતરાં ઊડી ગયાંની ઘટના બની હતી તેમજ સાકરી તાલુકાના દહીવેલ, નિઝામપુર, જૈતણે, તિતાણે વિસ્તારમાં એક કલાકના વરસાદથી સમગ્ર પાકને નુકસાન થયું છે, જેના કારણે આ વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજપુરવઠો ખોરવાતાં નવાપુર તાલુકાના નાગરિકો પરેશાન થઇ ગયા છે. નવાપુર તાલુકાના ચિતવીમાં ખેડૂત સાકરેયા નૂરજી ગાવિતના ખેતરમાં આવેલા કૃષિ પંપનો વીજ પોલ પડી જતાં વાયરો તૂટી ગયા છે.


નવાપુર તાલુકા અને જિલ્લામાં અચાનક જોરદાર પવન અને હળવા વરસાદને કારણે વિસરવાડી બાંધરપાડા રોડ પર જોરદાર પવનને કારણે રોડની બાજુમાં આવેલાં બે વૃક્ષો અને એની ડાળીઓ રોડ પર પડી હતી. અકસ્માતમાં ટૂ-વ્હીલરના આગળના વ્હીલ અને આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં સતીષ ગાવિત નામના મોટરસાઇકલ ચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી.


જેમાં જગદીશ ગાવિતને થોડી ઈજા થઈ હતી. રસ્તા પરથી પસાર થતા નાગરિકોએ તેને ઉપાડીને બાજુમાં લઈ જઈ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વિસારવાડી ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. વિસારવાડી ગ્રામ્ય હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને સ્ટાફે બંનેને વધુ સારવાર આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application