હિમાચલપ્રદેશનાં ચંબામાં સ્થિત ખંડવામાં રાત્રે વાદળ ફાટવાનાં કારણે ભારે નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે જોકે ભારે વરસાદને કારણે ઘણા રસ્તાઓ અને પુલ બંધ કરવા પડ્યા હતા. આ અંગે માહિતી આપતા હિમાચલ સ્ટેટ ઈમરજન્સી સેન્ટરે જણાવ્યું કે, ચંબા જિલ્લાનાં ખંડવાડા ગ્રામ પંચાયતમાં ગતરોજ રાત્રે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની સાથે એક પુલને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના Disaster management department જણાવ્યું કે, વાદળ ફાટવાથી ભડોગામાં 15 વર્ષીય વિજય કુમારનું મૃત્યુ થયું હતું, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા. ચંબા જિલ્લાના ખંડવાડા ગ્રામ પંચાયતમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની સાથે એક પુલને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે અહીં 5-6 મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application