Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટોક્યોમાં હીટવેવ : ગરમીએ અંદાજે 150 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો

  • June 29, 2022 

જાપામાં અત્યારે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જાપાનમાં મંગળવારે સતત ચોથા દિવસે તાપમાન 35.1 ડિગ્રી સે.ના વિક્રમી સ્તરે પહોંચ્યું છે. પરિસ્થિતિ એ હતી કે, ટોક્યોમાં જૂનમાં ગરમીએ અંદાજે 150 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કાળઝાળ ગરમીમાં વીજકાપે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે. જાપાનની રાજધાની ટોક્યોમાં મંગળવારે બપોરે 1 વાગ્યે તાપમાન 35.1 સે. ડિગ્રી નોંધાઈ હતી.




ટોક્યોમાં છેલ્લા ત્રણ દિવસથી 35 ડિગ્રી તાપમાન જળવાયેલું રહ્યું હતું, જે જૂનમાં 1857 પછી અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન છે. હીટવેવની સ્થિતિ હાલ હળવી થવાની નથી. જાપાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાન હજુ 36 સે. ડિગ્રી સુધી જવાનો અંદાજ છે.




જાપાનના અનેક વિસ્તારોમાં હીટસ્ટ્રોક એલર્ટ જાહેર કરાઈ છે. હોસ્પિટલમાં લોકોની સંખ્યા વધવા લાગી છે. ઈમર્જન્સી સેવાઓએ ટોક્યોમાં 76 લોકોને હોસ્પિટલ પહોંચાડયા છે. ગરમીના કારણે લોકો માસ્ક પણ પહેરી નથી રહ્યા. વીજળી વિભાગના અધિકારીઓએ ટોક્યોમાં લોકોને વીજકાપથી બચવા માટે વીજળીનો ઉપયોગ ઓછો કરવા જણાવ્યું છે. અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, લોકો વીજળી ઉપયોગજરૂરિયાત મુજબ જ કરે અને જયારે બુધવારે પણ વીજકટોકટી જળવાઈ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application