તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને SMA નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને ૧૬ કરોડનુ મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયુ હતુ. ત્યારે ગીર સોમનાથ ના આલિદર ગામના વિવાન નામના બાળકને પણ SMA નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. આ આખરે વિવાને ગત તા.૮મી ઓગસ્ટ ૨૦૨૧ નારોજ નાનકડા વિવાને દુનિયાને અલવિદા કહી વિદાય લીધી છે.
જોકે વિવાનની મદદ માટે લાખોનું ફંડ ભેગુ થયુ હતું પરંતુ વિવાનએ ઇંજેક્શન માટે ૧૬ કરોડનું ફંડ એકઠું કરવાનું હતું. પરિવારજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત અને દેશમા લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. વિવાન માટે આવેલું ભંડોળ સામાજિક સેવામાં વાપરવાની પરિવારે ખાતરી આપી હતી. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર ફંડ એકઠું ન કરી શકતા પોતાના એકના એક દિકરાને ગુમાવી ચૂક્યા છે.
હ્રદય સ્પર્શતું એક ગીત બનાવ્યું હતું જે હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.
જોકે વિવાનની સારવાર માટેનો ખર્ચ ભેગો કરવા માટે મિત્રો સાથે બનતા પ્રયાસો ફાળો ઉઘરાવી મદદ કરનાર બોટાદ જિલ્લાના બગડ ગામના વતની એવા ગાયક કલાકાર વિજય રાજ ડોડીયાએ વિવાનના માતા-પિતાની મંજુરી લઇ એક હ્રદય સ્પર્શતું એક ગીત બનાવ્યું હતું જે હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500