Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબિરની દિવ્ય છાયા હોસ્પિટલ ખાતે યોજાયો હદય રોગ નિદાન કેમ્પ

  • May 24, 2022 

ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના સુબિર તાલુકા મથકે કાર્યરત 'દિવ્ય છાયા હોસ્પિટલ' ખાતે, રવિવારે હદય રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાઈ ગયો.મહાવિર કાર્ડયાક હોસ્પિટલ-સુરતના સહયોગથી આયોજિત આ કેમ્પમાં, સુબિર સહિત આસપાસના અંતરિયાલ વિસ્તારોના ૧૨૨ દર્દીઓનું સ્કિનિંગ કરાતું હતું- જે પૈકી ૭૭ દર્દીઓના ECHO પણ કાઢવામાં આવ્યા હતા.


ઉલ્ખેયનિય છે કે, હદય રોગની વધૂ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓને આયુષ્યમાન કાર્ડની મદદથી ઓપરેશન સહિતનીસુવિધાઓ મહાવિર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સુબિરના આ કેમ્પમાંથી ૧૬ જેટલા દર્દીઓને આ યોજના હેઠળ સર્જિકલ સારવાર માટે મહાવિર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે.આ કેમ્પમાં મહાવિર હોસ્પિટલના ડૉ. માઈકલડી' સીલ્વા ડૉ.ભાર્ગવ, ડૉ. ચેતન તેમજ દિવ્ય છાયા હોસ્પિટલના ડૉ-સીસ્ટર જોમેલ અને સીસ્ટર દાલિઆ તેમજ તેમની ટીમે સેવા આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application