ડાંગ જિલ્લાના દગડપાડા ગામમાં રહેતા મનોજભાઇ નિકુળીયાને મ્યુકરમાઇકોસીસ નામની ગંભીર ફંગલ ચેપવાળી બિમારી થતા તેમનો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. આ જીવલેણ બિમારીનો ઇલાજ અમદાવાદ, વડોદરા અને સુરતની હોસ્પિટલ ખાતે જ થાય છે અને આ બિમારીની ટ્રીટમેન્ટ માટે જરૂરી દવા ઇજેંકશન સિવિલ હોસ્પિટલમાં મંગાવવામાં આવે છે.
જયારે ડાંગ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસનો આ પહેલો કેસ સામે આવેલ હોવાથી આવી કપરી પરિસ્થિતિમાં તમામ લોકો તથા તેમનો પરિવાર સતબ્ધ અને ચિંતાતુર સ્થિતમાં મુકાઇ ગયા હતા. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા દર્દીની સારવાર માટે ડાંગ પ્રભારી પ્રફુલ પાનસેરિયાને સુચના આપવામાં આવી હતી અને આ સુચના મળતા પ્રફુલ પાનશેરીયા તુરંત સિવીલ હોસ્પિટલમાં પહોચી ડાંગના દર્દીને બોલાવી સારવાર શરૂ કરાવતા દર્દીના પરિવારે હાશકારો અનુભવ્યો હતો આવી કપરી પરિસ્થિતિમાં પણ પુરા ગુજરાત સંગઠન પ્રમુખએ ડાંગ જિલ્લાના છેવાડાના દાદ્રીની પર્સનલ સંભાળ લઈ સારવાર શરૂ કરાવતા ચારે તરફથી ડાંગ જિલ્લાના લોકો આભાર માની રહયા છે. પરંતુ આખા ડાંગમાં ફુગની આ બિમારીમાં કોઈ પણ સપડાયો તો તેને સુરત સિવિલમાં દાખલ કરવા અને દવાની વ્યવસ્થા માટે ડાંગ પ્રભારી પ્રફુલ પાનસેરીને જવાબદારી સોપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application