ગુજરાતમાં કોરોના મહામારીમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો હોવાની માહિતી સામે આવી રહી છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ બન્યો છે કોરોના કાળમા નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી ત્યાં અમુક લેભાગુ બોગસ ડોક્ટરો સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે રાજ્યના ડીજીપીએ નકલી ડોકટરોને શોધી કાઢવાના આદેશો કર્યા છે જિલ્લા તંત્રએ બે-ત્રણ મુન્નાભાઈ એમબીબીએસ સામે કાર્યવાહી કરી છે જો કે આ કાર્યવાહી સુરત જિલ્લામાં પાશેરામાં પૂણી સમાન હોવાનું કહેવાય છે ભૂતકાળમાં જિલ્લા પંચાયત સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના સદસ્યોએ જ તંત્ર ઉપર ગાજ વરસાવી બોગસ ઊંટવૈદ વેદોની યાદી રજૂ કરી હતી છતાં પણ હપ્તાખાઉ તંત્ર દ્વારા જિલ્લામાં ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું કહેવાય છે.
આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કોરોના કાળમાં સૌથી વધુ બોગસ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થયા હતા ડીજીપીના આદેશને પગલે છેલ્લા બે માસથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે જેમાં નકલી ઊંટવૈદો વિરુધ્ધ ગુના પણ નોંધવામાં આવ્યા છે મોટાભાગના કિસ્સામાં બીજા રાજ્યમાંથી નકલી ડૉક્ટરો ગુજરાતમાં આવી કોઈપણ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાખીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સારવાર કરી રહ્યા છે.
વધુમાં જિલ્લાના મોટા બોરસરા,કોસંબા,નાના બોરસરા,પીપોદરા,સિયાલજ,કીમ ચોકડી,માંડવી તાલુકાના કરંજ, હરિયાલ તથા ચોર્યાસી તાલુકામાં અનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોની સંખ્યા વધારે છે આ ઉપરાંત ઓલપાડ તાલુકાના સાયણ,દેલાડ જેવા ઘણા ગામોમાં બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા આચરતા હોવાની ભૂતકાળમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક પક્ષ તેમજ વિપક્ષના સદસ્યોએ આવા બોગસ તબીબોની રજૂઆત કરી હતી વળી ચોર્યાસી તાલુકામાં અનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા 30 બોગસ તબીબોનું લિસ્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું જેની તપાસ કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપી તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી માહિતી ભરવા સૂચવ્યું હતું છતાં પણ બોગસ તબીબો સામે કાર્યવાહી તંત્ર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી હોવાનાં આક્ષેપો ભૂતકાળમાં સામાન્ય સભામાં કરવામાં આવ્યા હતા. હવે રાજ્યના ડીજીપી ના આદેશ ને લઈને તંત્ર દ્વારા આવા ઊટવૈધો ની સામે ઠોસ કાર્યવાહી કરી જિલ્લાના નિર્દોષ અલ્પશિક્ષિત લોકો નાં આરોગ્ય સામે થતા ગંભીર ચેડા અટકાવાય તે જરૂરી છે.
સુરત જિલ્લામાં બોગસ તબીબોના હાટડા ઓ અને ભૂતકાળમાં અનેક વખત જવાબદારો નું ધ્યાન દોરવા છતાં કોઇ નક્કર કામગીરી થઇ હોય તેવું દેખાતું નથી હાલમાં રાજ્યના ડીજીપી એ બોગસ તબીબો પર કાર્યવાહી માટે આદેશ આપતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે પલસાણા અને કડોદરા વિસ્તારમાં તંત્ર દ્વારા બે થી ત્રણ જેટલા ઊટવૈધો સામે કામ કાર્યવાહી કરવામાં આવી છે જોકે ભૂતકાળમાં ઊટવૈધો માં લઈ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ જ આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી પર ગાજ વરસાવી સામાન્ય સભામાં ઊંટવૈદો નું લિસ્ટ રજૂ કરી આરોગ્ય અધિકારી નું આરોગ્ય બગાડી નાખ્યું હતું.
જિલ્લામાં ઠેરઠેર બોગસ તબીબોના હાટડાઓ બંધ કરાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર પૂર્વ સદસ્ય અને બહુ બોલકા દર્શન નાયક દ્વારા સામાન્ય સભામાં ભૂતકાળમાં બોગસ તબીબ બનીને અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો હતો છતાં સામાન્ય સભામાં શાસક પક્ષના પ્રમુખ અને પદાધિકારીઓએ આ બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગને ઠોસ કાર્યવાહી કરવા અપાયેલી સૂચના પછી પણ જિલ્લામાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં કોઈ અકળ કારણોસર આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024