મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ એક્સબીબીનાં 18 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. કોરોનાનાં આ સબ-વેરિયન્ટનો ફેલાવો ઝડપથી થતો હોવાનું કહેવાય છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લાં પખવાડિયામાં 18 કેસ નોંધાયા છે એમાંથી 13 કેસ એકલા પુણેમાં નોંધાયા છે. બાકી રાજ્યનાં અન્ય ભાગોમાં થાણેમાં બે અને નાગપુરમાં બે અને એક કેસ વિદર્ભના અકોલામાં નોંધાયો છે. પુણેમાં એક્સબીબીનાં કેસ ઉપરાંત ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બીક્યુ-1 અને બીએ 2/3/20નાં એક એક કેસ નોંધાયા છે.
કોરોનાનાં નવા વેરિયન્ટે ગઇ 24મી સપ્ટેમ્બરે પહેલી વાર દેખા દીધી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 18 કેસ નોંધાયા છે. આ નવા વેરિયન્ટનાં સપાટામાં આળેલા કુલ 20 દર્દીમાંથી 15 દરદીએ તો કોરોનાની વેક્સિન પણ લીધી હતી. બાકીના પાંચ દરદી વિશે જાણકારી નથી મળી. પુણેમાં બીક્યુ-1 કેસ નોંધાયો છે તેના લક્ષણ અત્યંત હળવા છે. આ દર્દી અમેરિકાનો પ્રવાસ કરીને આવ્યા હોવાની જાણકારી મળી હતી. દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય ખાતાએ દિવાળીના તહેવાર દરમિયાન તકેદારી રાખવાની અને બને ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ ન જવાની તાકીદ કરી છે. માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application