યુરોપમાં શિયાળો જામવાની સાથે સાથે કોરોનાની એક નવી લહેર આવવાનું જોખમ પણ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ઉપલબ્ધ રસીઓના પ્રકાર બાબતે જે ભ્રમ પ્રવર્તી રહ્યા છે તેના કારણે બૂસ્ટર ડોઝની અસર પણ મર્યાદિત થઇ જવાની સંભાવના છે. સમરમાં બીએ.4 અને બીએ.5 પેટા વેરિઅન્ટ પ્રભાવી હતા તે જ હાલ મોટાભાગનાં કેસોનું કારણ જણાયા છે. ચિંતાનો વિષય એ છે કે, ઓમિક્રોનનાં નવા પેટા વેરિઅન્ટ પણ બહાર આવી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાનીઓ ઓમિક્રોનનાં નવા સ્વરૂપો પર નજર રાખી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બહાર પાડેલા અઠવાડિક આંકડાઓ અનુસાર ઇટાલીમાં કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે ICUમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની સરખામણીમાં 21 ટકા દર્દીઓનો વધારો થયો છે.
જયારે બ્રિટનમાં પણ આ અઠવાડિયે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની તુલનામાં 45 ટકાનો વધારો જણાયો છે. ઓમિક્રોન પર અસરકારક રસીઓ યુરોપમાં સપ્ટેમ્બરમાં જ આપવાની શરૂ થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500