Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દક્ષિણ આફ્રિકાથી આવેલ હાંસોટના 2 જણા કોરોનાના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો

  • December 30, 2021 

દક્ષિણ આફ્રિકાથી આવેલ હાંસોટના 2 રહીશને કોરોના પોઝીટીવ આવતા ખડખડાટ મચી ગયો હતો. નસીરવાડા વિસ્તારને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. જોકે બંને ઈસમ તેમજ પરિવાર ઓમીક્રોન અંગેના પણ સેમ્પલ લેવાયા છે. હાંસોટ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે પણ શરુ કરાયો હતો. હાંસોટના રહેવાસી અને દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતા પરિવારના 2 સભ્યો ભારત પોતાના વતનમાં આવેલ તા.24 ડીસેમ્બરના રોજ ભારતના હવાઈ મથક પર ઉતરી પોતાના વતન ભરૂચ જિલ્લાના હાંસોટના નસીરવાડા ખાતે આવેલા હતા.હાંસોટના બ્લોક ઓફિસને જાણ થતાં તેઓ તુરંત નસીરવાડા સ્થિત આ પરિવારના સેમ્પલ લીધેલ અને તે કોરોના પોઝિટિવ આવતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે બનાવેલ કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાંસોટના આ નસીરવાડા વિસ્તારને હાલ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે અને તેઓના સંપર્કમાં આવેલ તમામની પણ તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા બંને ઈસમ તેમજ પરિવાર ઓમીક્રોન અંગેના પણ સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application