Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાનાં કુમકોતર ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર અને શાળામાં કમરડૂબ પાણી ભરાયા : ગ્રામજનો દ્વારા ખેતરાડીનો માર્ગ તોડી પાણીનો નિકાલ કરાયો

  • July 15, 2022 

સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં ભારે વરસાદનાં કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જોકે મહુવા તાલુકાનાં કુમકોતર ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્ય સામે આવ્યા હતા. ભારે વરસાદને કારણે ગામમાં પાણીનો ભરાવો થયો હતો. ગામમાં કમરડૂબ પાણી ભરાતાં રહીશોની હાલત કફોડી બની હતી. ગામના ઘરોમાં તો ઠીક પરંતુ આરોગ્યને લગતી સેવાઓ પૈકી આયુષ્માન ભારત દવાખાનામાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયા હતા.




જેથી ફરજ બજાવનારા કર્મચારીઓ પણ નીકળી ગયા હતા તેમજ ગામમાં આવેલી શાળામાં પણ પાણી ભરાયાં હતાં. ગામનાં સ્થાનિકોએ આ અંગે પોતાની આપવીતી જણાવી હતી અને વર્ષ-2011ની સાલમાં આવા દ્રશ્યોનું આજે પુનરાવર્તન થતાં તેમણે જોયું હોય એમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application