સોનગઢ નગરમાં લુખ્ખા તત્વોનો આતંક ખુબ વધી ગયો છે. જેનો અનેક લોકો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી ચુકી છે. પોલીસ આવા લુખ્ખા તત્વો સામે કડક પગલા ભરવાની વાતો કરે છે.પરંતુ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી.
તાપીના સોનગઢમાં આવા જ લુખ્ખા તત્વોના આતંકની ફરિયાદ સામે આવી છે, જેમાં એક કટલરીના વેપારીની બાઈક ઉચકી લઈ ગયા બાદ યેનકેય પ્રકારે રૂપિયા 10 હજારની પઠાણી ઉઘરાણી કરી વેપારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
સોનગઢના શ્રીરામ નગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને કટલરીનો વેપાર કરી જીવનગુજરાન ચલાવતા 30 વર્ષીય અજીતભાઈ ઈસ્માઈલભાઈ કુરેશીએ શુક્રવારે પોલીસ મથકે કરેલી ફરિયાદ અનુસાર, કિરણભાઈ ગિરધારીભાઈ મહાર અને વીકી સોનાર નામના ઈસમો ગત તા. 21મી મે નારોજ પૂછ્યા વગર બાઈક ઊંચકી લઈ ગયા હતા ત્યાર બાદ અજીત કુરેશી પાસે 10 હજારની ઉઘરાણી કરી હતી. તે વખતે અજીતભાઈ જણાવેલ કે તમે સાના પૈસા માંગો છો મારે તમને કોઈ પૈસા આપવા નથી. જોકે તે વખતે સ્થાનિકો લોકો વચ્ચે પડતા સમગ્ર મામલે સમાધાન કરી અજીતભાઈને બાઈક પરત અપાવી હતી. ત્યારબાદ ગત તા.27મી મે નારોજ કિરણ અને વીકી બંને ઈસમો અજીતભાઈના ઘરે પહોચી 10 હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી શરુ કરી હતી.
જોકે અજીતે રૂપિયા આપવાની ના પાડતા કિરણ અને વીકીએ અજીત કુરેશીને ગાળો આપી જાન મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કટલરીના વેપારી અજીતભાઈ કુરેશીની ફરિયાદના આધારે તા.ચોથી જુન નારોજ કિરણભાઈ ગિરધારીભાઈ મહાર રહે, શ્રીરામ નગર-સોનગઢ અને વીકી સોનાર રહે, વાંકવેલ-સોનગઢ, બંને ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500