આ અંગેની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના દાત્રાણા માં રહેતા પંકજ ઉર્ફે બાઘા ગીરધર રણોલીયાએ બે વર્ષ પહેલાં ટ્રેક્ટર રિપેર કરવા ગામના માલદે ઝીણા ગોહેલ પાસેથી દોઢેક લાખ વ્યાજે લીધા હતા તેનું વ્યાજ ચૂકવી આપતો હતો માલદે ગોહેલે પૈસા માંગતા પંકજ ઉર્ફે બાઘાએ ગામના કાળુ લખમણ વઘાસિયા પાસેથી એક લાખને અશોક ભીમા અખેડ પાસેથી અઢી લાખ વ્યાજે લીધા હતા.
આ લોકો પૈસા માંગતા હોવાથી મૈયારીના કિશન પરમાર પાસેથી ત્રણ લાખ વ્યાજે લીધા હતા પંકજને જુગાર રમવાની ટેવ હોવાથી ધંધુસરના મોહન કરસન મેર પાસેથી આઠ લાખ અને જૂનાગઢના જલ્પાબેન હરિભાઈ આસોદરીયા પાસેથી આઠ લાખ વ્યાજે લીધા હતા પરંતુ પંકજ ઉર્ફે બાઘાએ વ્યાજ આપવા છતાં વ્યાજખોરોએ ચેક લખાવી લઈને ધમકી આપતા હોવાથી પંકજ ઉર્ફે બાઘાએ ઝેરી દવા પી લીધી હતી અને તેને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે ફરિયાદ થતા પોલીસે માલદે જીણા ગોહેલ, કાળુ લખમણ વઘાસિયા, અશોક ભીમા અખેડ,કિશન પરમાર, મોહન કિશન મેર અને જલ્પાબેન હરી આસોદરિયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application