કતારગામ વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય હીરા દલાલને બે અઢી વર્ષ પહેલા કોન્ટેકમાં આવેલ મહિલાઍ ફોન કરી સારી આઈટમો આવી છે હોવાનુ કહી શરીર સુખ માણવાને બહાને પુણાગામ વિક્રમનગર સોસાયટીમાં આવેલા ઍક મકાનમાં બોલાવ્યા બાદ લૂંટી લીધો હતો. મહિલા સહિત આઠ જણાની ટોળકીઍ હીરા દલાલને ઍક રૂમમાં યુવતી પાસે મોકલી આપ્યા બાદ તેની સાથે અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ રૂમમાં નકલી પોલીસ બની આવેલા સાગરીતોએ પિસ્તોલની અણીએ તેના મિત્રોને ફોન કરાવી પૈસાની વ્યવસ્થા કરાવી રૂપિયા ૩ લાખ મંગાવ્યા બાદ રસ્તામાં છોડી દીધો હતો.
પુણા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામ વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય હીરા દલાલનો બે અઢી વર્ષ પહેલા તેના મિત્ર મારફતે મંજુ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ એકબીજાને ફોન પર વાતો કરવાન સાથે રૂબરૂ મળ્યા હતા. દરમ્યાન મંજુવ ગત તા ૫મીના ગુરુવારે હીરા દલાલને ફોન કરી ઓળખાણ પડી મંજુ વાત કરુ છુ હોવાનુ કહેતા હીરા દલાલે હા ઓળખાણ પડી હોવાનું કહી વાત કરતા મંજુએ શરીર સુખ માણવા માટે સારી આઈટમો આવી છે હોવાની ઓફર આપી સીતાનગર ચોકડી પાસે બોલાવ્યો હતો. હીરા દલાલે ત્યાં પહોચી ફોન કરતા મંજુબેને પુણાગામ વિક્રમનગર ઘર નં-૧૭૩ના પહેલા માળે બોલાવ્યો હતો. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ હીરા દલાલને એક રૂમમાં યુવતી પાસે મોકલી આપ્યો હતો જેઓ હીરા દલાલ રૂમમાં પોતાના અને યુવતીના કપડા કાઢ્યા તેવા સમયે નકલી પોલીસ બની ચાર અજાણ્યાઓ અંદર ઘુસી આવ્યા હતા અને અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી બ્લેકમેઈલ કરી લમણે પિસ્તોલ મુકી રૂપિયા ૫ લાખની માંગણી કરી હતી. વાતચીતમાં છેવડે રૂપિયા ૩ લાખ આપવાના નક્કી કર્યા બાદ પૈસા માટે તેના મિત્રોને ફોન કરાવ્યા હતા અને ત્યારબાદ મોપેટ પર અપહરણ કરી તેના બે ત્રણ મિત્રો પાસે લઈ જઈ ૩ લાખ રૂપિયા પડાવી લીધા બાદ રસ્તમાં છોડી મુક્યો હતો. આરોપીઓએ હીરા દલાલને બનાવની કોઈને વાત કરી તો તને છોડીશુ નહી ગમે ત્યાંથી શોધી લઈ તારુ પિક્ચર પુરુ કરી નાખીશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ મંજુબેન, હિરલબેન ઝાલા, તેનો પતિ દિપક ઝાલા, ભારતી, તેમજ પોલીસની ઓળખ આપનાર ચાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભારતી હનીટ્રેપના કેસમાં વોન્ટેડ છે.
વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હીરા દલાલને શરીર સુખ માણવાને બહાને બોલાવ્યા બાદ બ્લેકમેઈલ કરી રૂપિયા ૩ લાખ લૂંટી લેનાર ટોળકી પૈકી ભારતી હનીટ્રેપમાં માસ્ટર માઈન્ટ હોવાનુ કહેવાય છે અને તે પુણામાં અગાઉ આઠેક મહિના પહેલા નોધોયેલા હનીટ્રેપના કેસમાં વોન્ટેડ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500