Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાહેર સભા કરી શાહે આગામી સીએમ અંગે સ્પષ્ટતા કરી કહ્યું,ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે

  • November 17, 2022 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે તેમનું ઉમેદવારી પત્ર ભરતાં પહેલા તેમના શ્રદ્ધાસ્થાન અડાલજના દાદા ભગવાન મંદિરે શિશ ઝુકાવીને તથા અન્ય સાધુ- સંતોના આશિર્વાદ લઇ રોડ-શોના સ્વરૂપે ગૃહમંત્રી અમિત શાહની સાથે એક યાત્રાના સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ પહેલા શાહ અને પટેલે એક મોટી જનસભાને સંબોધી જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી રહેશે તેવું સ્પષ્ટ કર્યું હતું.




આ ચૂંટણીમાં ભાજપ જીતે તો મુખ્યમંત્રી કોણ બને તે અંગેની તરેહ-તરેહની ચર્ચાઓ ભાજપના જ વર્તુળોમાં વહેતી થઇ હતી,આ બાબતનું ખંડન અમિત શાહે આ રેલીમાં કરતા કહ્યું કે મેં આ વિસ્તારનો વિકાસ જોયો છે અને ભૂપેન્દ્ર પટેલે તેમાં ખૂબ સારું યોગદાન આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલને ગઇ ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ મતોની સરસાઈથી વિજય મળ્યો હતો,આ વખતે તેમને અગાઉ કરતાં પણ વધુ લીડ મળશે. શાહે પોતાના સંબોધનમાં ગુજરાતમાં અગાઉ લદાતા કહ્યું,રામમંદિર,તીન તલ્લાક અને કશ્મીરમાંથી કલમ 370ની નાબૂદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.




અમદાવાદના શહેરી મતદાતાઓને તેમણે હિન્દુત્વના આ અલગ-અલગ મુદ્દાઓને લઇને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નામાંકન ભરતી વખતે હાજર રહેલા અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો, તેમણે કહ્યું કે ઘાટલોડિયાના દરેક નાગરિકો તેમના પરિવાર જેવા છે. ભાજપ પરિવારવાદમાં માનતો પક્ષ નથી, પરંતુ પક્ષમાં જોડાયેલા સહુ લોકો પરિવારના સભ્યોની જેમ સાથે રહે છે. ઘાટલોડિયા મતવિસ્તારમાં 85 હજાર કરતાં વધુ પાટીદાર મતદાતાઓ છે જ્યારે 50 હજાર જેટલાં રબારી સમાજના મતદાતાઓ રહે છે. તે સિવાય 35 હજાર ઠાકોર, 30 ઓબીસી તેમજ તેટલાં જ અન્ય સવર્ણો છે. દલિતો, ઉત્તર ભારતીય સમુદાય તેમજ અન્ય જ્ઞાતિના મળીને 20 હજાર મતદાતાઓ છે. ભાજપ માટે ઘાટલોડિયા સેફ બેઠક છે, બીજી તરફ કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને ભૂપેન્દ્ર પટેલની સામે ઉતાર્યાં છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News