ઉત્તર પ્રદેશ ના હાથરસ માં બનેલ બળત્કારની શરમસાર ઘટના ની દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, આ મુદ્દે પીડિતા ના પરિવારો ની સાથોસાથ દેશભરના લોકો દોષિતોને કડક માં કડક સજા થાય અને પીડિતાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે, આ મુદ્દે વિરોધ પક્ષ પણ મેદાનમાં આવી ગયો છે જેને પગલે રાજકારણ ગરમાયુ છે,
આજે આ મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, નિઝરના ધારાસભ્ય સહિતના કોંગ્રેસી આગેવાનો એ વ્યારા સ્થિત જિલ્લા સેવાસદન બહાર મૌન સત્યાગ્રહ આંદોલન કર્યું હતું.
યુપીના હથરસ માં બનેલ દલિત યુવતીના ઘૃણાસ્પદ સામુહિક બળાત્કાર પ્રકરણમાં પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે દેશ ભરના લોકોની સાથે વિવિધ સંગઠનો, સમાજો આગળ આવી રહ્યા છે, વિરોધ પક્ષ એવો કોંગ્રેસ પણ આ મુદ્દે યુપી સરકારને ઘેરવાને માટે તત્પર હોય તેવું લાગી રહ્યું છે, અને પીડિત પરિવારને જલ્દીથી ન્યાય મળે તેવી માંગ કરી રહ્યું છે,
આજે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં મૌન સત્યાગ્રહ આંદોલન કરી યુપી સરકાર અને કેન્દ્રની સરકાર ના વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું, જેની ગુંજ તાપી જિલ્લામાં પણ જોવા મળી હતી, કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ માં મૌન પાડી ધારણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500