બીજેપીમાં ટિકિટ માટે હરેન પંડ્યાના પત્ની જાગૃતી પંડ્યા અને પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેનના પુત્રી અનાર પટેલના નામની પણ અત્યારથી જ ચર્ચા થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં બીજેપી દ્વારા સેન્સ લેવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી ત્યારે એક જ સીટ પરથી દાવેદારોનો રાફડો પણ ફાટી નિકળ્યો હતો. ઉમેદવારોના આ લાંબા લિસ્ટમાં ખાસ કરીને કેટલાક હીડન નામો પણ સામે આવી રહ્યા છે. 182 બેઠકો માટે ઉમેદવારોની શોધમાં જિલ્લાવાર બેઠકો યોજવામાં આવી રહી છે. દરેક સીટ પર મોટી સંખ્યામાં દાવેદારો નોંધાઈ રહ્યા છે ત્યારે ટિકિટ વાચ્છુકોને જો ટિકિટ નહીં મળે તો તેઓની નારાજગી પણ જોવા મળી શકે છે. ત્યારે આ બે નામોને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે.
રાજ્યના પૂર્વગૃહમંત્રી સ્વર્ગસ્થ હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યા અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બને તો નવાઈ નહીં. જો કે,અહીં પહેલાથી જ ભાજપનો દબદબો રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. કેમ કે,તેઓ ઉત્તર ગુજરાતના મૂળ વતની છે ત્યારે અહીંથી તેઓ ટિકિટ લડી પણ શકે છે. ખાસ કરીને બે દિવસથી જોવા મળેલી સેન્સ પ્રક્રીયામાં વિધાનસભા બેઠક નિરીક્ષકોની સામે વિવિધ સીટ પર જુદા-જુદા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ક્યાંક 20 તો ક્યાંક 30 આસપાસ દાવેદારી ભાજપમાંથી જોવા મળી રહી છે. આ ઉપરાંત એક જ સીટ પરથી અનેક દાવેદારો વિવિધ પાર્ટીઓના જોવા મળી શકે છે. ત્યારે નિયુક્ત કરાયેલા ભાજપના નિરીક્ષકો સંભવિત ઉમેદવારોને શોધવા માટે સ્થાનિક પક્ષના નેતાઓ,કાર્યકરો,ભૂતપૂર્વ મંત્રીઓ,સાંસદો વગેરે પાસેથી ઈનપુટ લઈને સીટની પેનલ તૈયાર કરશે. જો કે. બે દિવસથી બીજેપી નેતાઓ નિરીક્ષકો સામે તાકાત બતાવી એક જ સીટ પર વધુ દાવેદારો નોંધાવ્યાટ હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500