કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે તારીખ 2 જૂનના રોજ ભાજપમાં જોડાશે. કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે જેમાં અનેક અટકળો અને ગત સપ્તાહના હાર્દિકના એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુના ભાજપમાં જોડાવાના સંકેત બાદ આજે મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ અંતે તારીખ 2જી જુનના રોજ કેસરિયો ધારણ કરશે.
પાટીદાર આંદોલનથી રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકાએ પહોંચનાર અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે અંતે જાહેર કર્યું છે કે, પોતે કઈ રાજકીય પાર્ટીમાં જોડાશે. જયારે રાજીનામાં બાદ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે ક્યા પક્ષમાં જોડાવું એ અંગે કોઈ ફોડ પડ્યો હતો નહી. ગત સપ્તાહે એક ટીવી ચેનલની મુલાકાત દરમિયાન 29 વર્ષીય રાજકીય નેતાએ સંકેત આપ્યો હતો કે, પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
જોકે, આ અંગે ચેનલ તરફથી કે પટેલ નેતા તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આજે 31મી તારીખે મળતી માહિતી અનુસાર હાર્દિકના ભાજપમાં પ્રવેશને લીલીઝંડી મળી ચૂકી છે અને ગુરૂવારે ભાજપમાં જોડાશે. ઈન્ટરવ્યુમાં હાર્દિકે ચૂંટણી લડવા માટેની પણ સહમતિ દર્શાવતા કહ્યું હતુ કે, જો ભાજપ નક્કી કરશે તો ચૂંટણી લડવા પણ તૈયાર છું. એવો પણ દાવો થઇ રહ્યો છે કે, હાર્દિક આગામી દિવસોમાં સોમનાથથી ગુજરાતમાં એકતા યાત્રા શરુ કરે એવી શક્યતા છે. આ યાત્રા થકી તે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકોને સાથે જોડવા માંગી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500