Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાર્દિક પટેલને રાહત, રમખાણો, હિંસા અને આગચંપીના કેસના સંબંધમાં નિયમિત જામીન આપી દેવામાં આવ્યા

  • April 29, 2023 

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ભાજપના નેતા હાર્દિક પટેલને ગુજરાતમાં 2015ના પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક ભરતભાઈ પટેલ વિરૂદ્ધ નોંધાયેલા રમખાણો, હિંસા અને આગચંપીના કેસના સંબંધમાં નિયમિત જામીન આપી દેવામાં આવ્યા છે. આ કેસમાં પટેલને રાહત આપતા સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલ અગાઉના વચગાળાને ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને હિમા કોહલીની ખંડપીઠે નિરપેક્ષ ગણાવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગને લઈને પાટીદાર આંદોલન થયું હતું. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020 માં પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું જે તે સમયે કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. પટેલે 2015ના કેસમાં તેમને આગોતરા જામીન નકારતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી કોર્ટે દોષિત ગણાવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application