ચૂંટણી પહેલા હાઈકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. અગાઉ પાસ આંદોલન વખતે વિસનગરમાં તોડફોડ મામલે કેસ કરાયો હતો ત્યારે આ કેસ મામલે હાર્દિક પટેલને મહેસાણામાં આવવા પર પ્રતિબંધ હતો.ત્યારે આ પ્રતિબંધ એક વર્ષ માટે હટાવી દેવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પર મોટી રાહત મળી છે અને તેઓ એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે. આજે કોર્ટમાં આ મામલે હાર્દિક તરફથી વકીલે રજૂઆત કરી હતી જેમાં આ રાહત આપવામાં આવી છે.હાર્દિક પટેલને લઈને અગાઉ પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણા જિલ્લામાં બનાવ બન્યો ત્યારે મહેસાણામાં પ્રવેશ ના કરવા કહેવામાં આવ્યું હતું.
ગુજરાત હોઈકોર્ટે જામીન આપેલી સરત હતી તેમાં એક વર્ષ માટે છૂટ અપાઈ છે. જેથી શરતી પ્રતિબંધ હટાવી લેવાયો છે. એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે.ચૂંટણીને લઈને પણ એવી રજુઆત હતી કે, પોલિટીકલ પાર્ટીએ તેમને કેન્ડીડેટ બનાવ્યા છે. કુળદેવીનું મંદીર પણ તેમનું મહેસાણા જિલ્લામાં છે ત્યારે એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવે. ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે રોક આંશિક રીતે હટાવી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500