હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લો ઓવરરેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. IPL 2024માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો. હાર્દિક પંડયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ ઐયર16 એપ્રિલેIPLમાં સ્લો ઓવરરેટથી ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લો ઓવરરેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લો ઓવરરેટના કારણે KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોના બદલે ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application