Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં જંગલી ભૂંડ અને ડુક્કરોનો ત્રાસ, ડુક્કરોના માલિકો સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ

  • March 08, 2023 

વાલોડ ગામના ખેડૂતો અને રહીશો દ્વારા જંગલી ભૂંડ અને ડુક્કરના ત્રાસથી વાજ આવી ગયેલા લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. આ ભૂંડને અગાઉના વર્ષોમાં વાલોડ ખાતેથી નામશેષ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ધંધાદારી લોકો દ્વારા ફરીથી આ ભૂંડો ખેતરોમાં અને ગામમાં છોડી દેવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્તા ખેડૂતોના પાકોના નુકસાન કરતા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.


વાલોડના મામલતદારને વાલોડના કેટલાક ખેડૂતો તથા રહીશો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે,વાલોડ ખાતે તત્કાલીન બાહોશ અધિકારી એવા પીએસઆઈ કે.ડી. ગોહીલના કાર્યકાળમાં ડીવાયએસપીના લોક દરબારમાં વાલોડ નગરના ગ્રામજનો અને ખેડુતો દ્વારા ડુક્કરોના ત્રાસ બાબતે અને ખેતરમાં થતાં ભેલાણ બાબતે રજુઆતો કરવામાં આવતાં ડીવાયએસપી દ્વારા મળેલ પીએસઆઈને સુચનાને લીધે ડુકકરોના માલીકોને બોલાવી ડૂકકરોનો ધંધો કરતા ઈસમોને તાત્કાલીક ડુકકરોને પકડાવામાં આવ્યા હતા. જેને કારણે વાલોડમાં ડુક્કરો નામસેસ થઈ ગયા હતા.


હવે ફરીથી આ ડુકકરોના માલીકો દ્વારા ફરી ગામમાં ડુકકરો રાત્રીના અંધારાનો લાભ લઈ ખેતરોમાં અને ગામમાં અમુક અમુક સ્થળ પર છોડી મૂકવામાં આવી રહ્યા છે. ખેતરોમાં ડુકકરો છોડવામાં આવતાં ખેતરોમાં આડેધડ ભેલાણ કરી પાકનો નુકશાન થાય છે,નવા રોપાણ કરેલ મોંધાદાટ બિયારણો રાત્રી દરમ્યાન ખેતરોમાં ખોદી ખાઈ જતાં હોય છે.


ખેતરોમાં ડુકકરોને ભગાડવા જતાં મજૂરો સામે થતાં મજુરોએ ખેતરોમાંથી ભાગી છુટવું પડે છે. હાલમાં જ વાલોડ તાલુકાના મોરદેવી ખાતે ડુકકરોના ત્રાસથી ખેતીના પાકને નુકશાની થતાં બચાવ કરવા વિજ કરંટ મુકવામાં આવતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. હાલમાં જ આ ડુકકરો કે જંગલી ભૂંડનો શિકાર કરવા મોરદેવી ખાતે ધુલીયાથી વાલોડ તાલુકામાં આવી ખેતરોમાં દેશી હાથ બનાવટના વિસ્ફોટકો ખેતરોમાં મુકી શિકાર કરનારાઓ ઝડપાયા છે.


આવા તત્વો શિકાર કરવાની લ્હાયમાં ખેતરોમાં વિસ્ફોટકો મૂકી જાય તો ખેડૂતોના જાન -માલને નુકશાની થવાનો ભય જોવા મળી રહ્યો છે. ડીજીવીસીએલ દ્વારા પણ વિજ ઝટકા મુકવા બાબતે પ્રતિબંધ છે, ખેડુતોની અવદશા થાય છે, રાત્રીના ઉજાગરા કરી પાણી પીવડાવી પાકના રક્ષણ અને સલામતી માટે ઉજાગરા કરવા પડે છે.


આ અંગે મામલતદાર દ્વારા ડુક્કરોના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સ્થાનિકો અને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહે છે અને જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application