Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરોનો ત્રાસ: દિવ્યાંગ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી,તોડફોડ કરી

  • December 19, 2022 

રાજકોટ શહેરમાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે પોલીસ કાયદા કે કાનૂનનો જરા પણ ડર રાખ્યા વગર ખુલ્લેઆમ વ્યાજ વસૂલી કરે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં રહેતા દિવ્યાંગ વેપારીને વ્યાજ આપવા લુખ્ખાઓએ ધાક ધમકી આપી દિવ્યંગનાં વાહનમાં તોડફોડ કરી હેરાન કર્યો.


મળતી માહિતી અનુસાર રાજકોટના કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતા અને પાનની દુકાન ધરાવતા વેપારીને વ્યાજખોરે વધુ વ્યાજ પડાવવા માટે તેના ઘરમાં ઘૂસી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના વાહનમાં તોડફોડ કરી હતી.આ મામલે વેપારીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની પરિવાર ના ત્રાસથી કંટાળી સામુહિક આપઘાત કર્યો હતો જે મામલો હજુ પણ ઠંડો નથી પડ્યો ત્યાં વધુ એક વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે.


વિગતો મુજબ કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતા કિશનભાઈ ધનસુખભાઈ ખમેચાએ પોતાની ફરિયાદમાં આરોપીના વિનોદનગરમાં ઓફિસ ધરાવતા અજય ગોહેલનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું છે કે તે જન્મથી દિવ્યાંગ છે. ૨૦૨૧ની સાલમાં અજયની વિનોદનગર પાસે આવેલી આગમન એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે જઈ રૂા.૫૦ હજાર વ્યાજે લીધા હતા. જેની ૧૦૦ દિવસની ડાયરી બનાવી હતી. તેને ૧૦૦ દિવસમાં રૂા.૧૦ હજાર વ્યાજ ભરવાનું હતું. જે તે વખતે અજયે ૧૦ હજાર વ્યાજ કાપી ૪૦ હજાર તેને આપ્યા હતા. તે દરરોજ ૫૦૦નો હપ્તો ભરતો હતો. ૧૦૦ દિવસમાં રકમ ચુકવી દીધી હતી.


ત્યારબાદ દવાખાનાના કામ માટે જરૂરીયાત ઉભી થતા રૂા.૧૫ હજાર ૧૦ ટકા વ્યાજે અને તેના ૧૫ દિવસ બાદ વધુ ૧૫ હજાર ૧૦ ટકા વ્યાજે આ બંને રકમ ભરપાઈ કરી દીધી હતી. ગઈ મોડી રાત્રે અજય તેના ઘરે ધસી આવ્યો હતો. તે માતા ભાવનાબેન સાથે ઉપરના માળે સુતો હતો ત્યારે ત્યાં આવી જોરથી દરવાજો ખટખટાવી દેકારો કર્યો હતો. તે જાગી જતા તેણે કહ્યું કે તારે હજી રૂપીયા ૮૦ હજાર આપવાના છે,તને ફોન કરૂ છું તો કેમ ઉપાડતો નથી. આટલુ કહ્યા બાદ ગાળો ભાંડી, છર કાઢી, ટી શર્ટ ઉંચુ કરી કહ્યું કે આ છરી મારતા વાર નહી લાગે જેથી તેણે અને તેના માતાએ બુમાબુમ કરતા અજય તેના શર્ટનો કાઠલો પકડી, ધક્કો મારી નીચે ગયા બાદ ડેલી પાસે પડેલા તેના એકસેસમાં પથ્થરના ઘા ઝીંકી તોડફોડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application