વ્યારા તાલુકાનાં એક ગામમાંથી એક માજીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમનો જમાઈ તેમની સાથે ઝઘડો કરી રહ્યો છે જેથી મદદની જરૂર છે. કોલ આવતા તાપી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક મદદ માટે નીકળી જણાવેલ સરનામે પહોંચી માજીને મળી તેમની સમસ્યા જાણી તો તેમણે જણાવેલ કે, તેમના પતિ સરકારી પટાવાળાની નોકરી કરતા હતા તેમની ત્રણ દીકરી અને બે સાવકાર દીકરા છે માજી હાલ એકલા પોતાની નાની ઝોપડી બનાવીને રહે છે બે દીકરી સાસરે ગઈ છે અને નાની દીકરી ઘરની બાજુમાં જ સાસરે ગઈ છે એમના જમાઈને દારૂનું વ્યસન છે.
વ્યસન કરી દરરોજ માંજીની પાસે પૈસાની માંગણી કરે છે. તેમના પેન્શન માંથી નાની દીકરીના ભાગના પૈસા તેમને જોઈએ છે અને તે પૈસાની માંગણી કરી માજીને હેરાન ગતિ કરે છે અને ઘરે ઝઘડો કરવા માટે આવે છે મારામારી કરવા માટે આવે છે જેથી તેમને સમજાવવા માટે માજીએ મદદ માગી સ્થળ પર સામા પક્ષને બોલાવી તેમનો અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવેલ માજી સિનિયર સિટીઝન છે અને તેમને પોતાનું પેન્શન મળે છે જેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે.
તેમજ ઘરખર્ચ અને માંદગીમાં પૈસા વાપરે છે. જેથી માજી પાસે પેન્શનના પૈસાની માંગણી ન કરવી લડાઈ ઝઘડો ના કરવો તેમજ હાથ ચાલાકી ના કરવી જે વિશે સમજ આપી સમજાવેલ માજીને પોલીસ કાર્યવાહી વિશે તેમજ કાયદાકીય સમજ આપી માજીનાં જમાઈ હવે પછી તેમની પાસે પૈસાની માંગણી નહીં કરે અને નશો કરી તેમની સાથે ઝઘડો કરવા નહીં જાય જેની લેખિત બાંહેધરી આપેલ હતી. જેથી માજી સ્થળ પર સમાધાન કરેલ છે અને ફરી જરૂર જણાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ મેળવવા માટે જણાવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500