વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં બાળકોના મોત બાદ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ ડુબી જતાં 15 બાળકોના મોત થયાં હતાં જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, જવાબદાર લોકો સામે પગલાં લેવા અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઉત્કર્ષ દવેએ અરજી કરી છે. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં સ્કૂલના પ્રિન્સીપાલ, સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગ સાથે અરજી કરવામાં આવી છે. તેમજ અરજીમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સામે પણ પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરના વહીવટી તંત્રની બેદરકારીથી સ્કૂલના બાળકો માર્યા ગયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં બાર એસોસિએશનએ આ અંગે સુઓમોટો દાખલ કરવા માટે અરજી કરી હતી.
વડોદરામાં હરણી તળાવ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. ધરપકડ કરાયેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. પોલીસ રીમાંડ માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નયન ગોહિલ, ભીમસિંહ યાદવને કોર્ટમાં રજુ કરાયા. શાંતિલાલ સોલંકી, અંકિત વસાવાને કોર્ટમાં રજૂ કરાયા. વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંતને કોર્ટમાં રજુ કરાયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500