Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરણી બોટ દુર્ઘટનાનો મામલો : આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

  • January 21, 2024 

વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોતના કેસમાં 6 આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. વડોદરા પોલીસ દ્વારા વડોદરા કોર્ટ સમક્ષ તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યારે કોર્ટે તમામ 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


મહત્વનું છે કે, હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોતના થયા હતા જેમાં મોટાભાગના બાળકોનો સમાવેશ થતો હતો. સાથે સાથે, 2 શિક્ષિકાઓના પણ આ દુર્ઘટનામાં મોત થયા હતા. આ કેસમાં વડોદરા પોલીસ 6 લોકોની ધરપકડ કરી હતી અને તમામને આજે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


ધરપકડ કરવામાં આવેલ નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંતના 5 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે.વડોદરામાં હરણી બોટ દૂર્ઘટના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા બાદ વડોદરા પોલીસ દ્વારા સમગ્ર દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તમામ 6 આરોપીઓની સાથે વડોદરા ફાયર વિભાગ અને FSLની ટીમને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News