Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના મહામારીના ખાત્મા માટે આગામી મહિનેથી 'હર-ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન શરૂ

  • October 28, 2021 

કોરોના મહામારીના ખાત્મા માટે કેન્દ્ર સરકાર સતત વેક્સિનેશન અભિયાન ચલાવી રહી છે. થોડા દિવસો પહેલા જ 100 કરોડ વેક્સિન ડોઝ અપાયાનો રેકોર્ડ સ્થાપિત થયો હતો. વેક્સિનેશન અભિયાનમાં કોઈ બચી ન જાય તે માટે સરકારે હવે આગામી મહિનેથી 'હર-ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન શરૂ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગતરોજ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-19 રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. 

 

 

 

 

 

 

વધુમાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટમાં લખ્યું હતું કે, રાજ્યો અને UTsના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી. કોવિડ-19 વેક્સિનેશન, કોવિડ પ્રબંધન તથા PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનને લઈ સાર્થક ચર્ચાઓ થઈ. આગામી એક મહિનો 'હર-ઘર દસ્તક' વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application