રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તારીખ 31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તારીખ 2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તારીખ 3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તારીખ 1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી. જોકે દિવાળી પર્વમાં સરકારી કર્મચારી/અધિકારીઓ તહેવારો માણી શકે તે હેતુથી તારીખ 1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (જેમાં પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં 9-11-2024 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application